સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમા પંદરમી ઓગસ્ટ આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાને અનુલક્ષીને સ્વાતંત્ર્યવીરોને શ્રધ્ધાંજલી આપવા અને આજની યુવા પેઢી અને વિદ્યાર્થી જગતને આ મહામૂલી આઝાદી પ્રાપ્ત કરવા માટેનો રોમાંચક ઈતિહાસની જાણકારી પ્રાપ્ત થાય એ સંદર્ભે આપણાં દેશનો એ આઝાદી પ્રાપ્ત કરવા માટેનો સંગ્રામ અને આઝાદીને લગતી અનેક રસપ્રદ માહિતી દર્શાવતાં ફોટોનું એક પ્રદર્શન સાવરકુંડલાની વાટલિયા વિદ્યાર્થી ગૃહ ખાતે યોજવામાં આવેલ. આ ફોટો પ્રદર્શનના ઉદ્ઘાટક તરીકે દીપકભાઈ એલ શેઠ ( શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર) હતાં આ પ્રદર્શનના મુખ્ય મહેમાન તરીકે શ્રી મગનભાઈ પાંડવ તથા શ્રી નારણભાઈ પુંભડીયા હતાં. આ પ્રદર્શનના આયોજક શ્રી મનીષભાઈ બી. વિંઝુડા હતાં. આ પ્રદર્શન મુખ્યત્વે ૧૮૫૭ નો વિપ્લવ, અસહકારની લડત, દાંડી કૂચ, હિંદ છોડો આંદોલનના ફોટા મુખ્ય હતાં. આ પ્રદર્શન નિહાળવા સાવરકુંડલા શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પ્રદર્શન નિહાળવા, ડો. મૂળજીભાઈ તરસરીયા, ડો. રત્નાકર વાણીયા, ડો. ફાલ્ગુની વાળા, જયમીનભાઈ, ઝરણાબેન, મગનભાઈ કાકલોતર, અમરીશભાઈ વરીયા, સુધીરભાઈ વિંઝુડા, જીવરાજભાઈ કાચરીયા, રણજીતભાઈ વાળા, રામદેવસિંહ ગોહિલ, અરવિંદભાઈ મેવાડા, નિતીનભાઈ હેલૈયા મુખ્ય હતાં. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે વાટલિયા વિદ્યાર્થી ગૃહના માનદ ગૃહપતિ શ્રી ધીરુભાઈ ઘોડાદરાએ ભારે જહેમત ઉઠાવી હતી.
આમ આ પ્રદર્શન આજની યુવા પેઢી અને વિદ્યાર્થી જગત માટે ખરેખર એક પ્રેરણાસ્ત્રોત સમાન હતું. આ મોંઘી મહામૂલી આઝાદીનું જતન કરવું એ આપણી સૌથી મહત્ત્વની ફરજ ગણાય.


