Gujarat

સાવરકુંડલા શહેરમા રાજ્ય સરકાર આયોજિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી અમરેલી તથા સાવરકુંડલા તાલુકા યુવક મંડળ સંચાલિત તાલુકા કક્ષાનો કલા મહાકુંભ અહીં આવેલા ઉતાવળા હનુમાન મંદિર ખાતે યોજાયેલ. સાહિત્ય, સંગીત અને કલાની ૧૪ કૃતિઓમાં કુલ ૨૫૦ સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
રાજ્ય સરકાર આયોજિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી અમરેલી તથા સાવરકુંડલા તાલુકા યુવક મંડળ સંચાલિત સાવરકુંડલા તાલુકાનો કલા મહાકુંભ તારીખ ૧ અને ૨ ના રોજ સાવરકુંડલા શહેરના ઉતાવળા હનુમાન મંદિર ખાતે યોજાયેલ. એમાં ૨૫૦ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ભાગ લીધો હતો. આ કલા મહાકુંભમાં ૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ અને ૨૧ થઈ ૫૯ વર્ષ સુધીની વયના સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે નાયબ મામલતદારશ્રી, નગરપાલિકા ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણી, પોપટભાઈ બુહા, અમરેલી જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશભાઈ પાનસુરીયા વગેરે હાજર રહ્યા.
આ કાર્યક્રમમાં સાહિત્ય, સંગીત અને કલા ની ૧૪ જેટલી કૃતિઓમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. જેમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર વિજેતાઓને અમરેલી જિલ્લા કક્ષાએ કાર્યક્રમમાં ભાગ લેવા જશે
આ કાર્યક્રમનાં સંચાલનમાં ધર્મશંકરભાઈ ભટ્ટ, ભીખેશ ભટ્ટ, રવિ જોશી, દિપકભાઈ વાળા, ભાવેશભાઈ બોરીસાગર, અમીબેન ભટ્ટ, જાગૃતિબેન વરીયા, તુષારભાઈ જેઠવા વગેરેએ પોતાની સેવા આપી હતી. ઉદઘોષક તરીકે વિજયભાઈ મહેતાએ  સેવા આપી હતી..

IMG-20220902-WA0012.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *