સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
રાજ્ય સરકાર આયોજિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી અમરેલી તથા સાવરકુંડલા તાલુકા યુવક મંડળ સંચાલિત સાવરકુંડલા તાલુકાનો કલા મહાકુંભ તારીખ ૧ અને ૨ ના રોજ સાવરકુંડલા શહેરના ઉતાવળા હનુમાન મંદિર ખાતે યોજાયેલ. એમાં ૨૫૦ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ભાગ લીધો હતો. આ કલા મહાકુંભમાં ૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ અને ૨૧ થઈ ૫૯ વર્ષ સુધીની વયના સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે નાયબ મામલતદારશ્રી, નગરપાલિકા ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણી, પોપટભાઈ બુહા, અમરેલી જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશભાઈ પાનસુરીયા વગેરે હાજર રહ્યા.
આ કાર્યક્રમમાં સાહિત્ય, સંગીત અને કલા ની ૧૪ જેટલી કૃતિઓમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. જેમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર વિજેતાઓને અમરેલી જિલ્લા કક્ષાએ કાર્યક્રમમાં ભાગ લેવા જશે
આ કાર્યક્રમનાં સંચાલનમાં ધર્મશંકરભાઈ ભટ્ટ, ભીખેશ ભટ્ટ, રવિ જોશી, દિપકભાઈ વાળા, ભાવેશભાઈ બોરીસાગર, અમીબેન ભટ્ટ, જાગૃતિબેન વરીયા, તુષારભાઈ જેઠવા વગેરેએ પોતાની સેવા આપી હતી. ઉદઘોષક તરીકે વિજયભાઈ મહેતાએ સેવા આપી હતી..

