સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
આગ ઓકતું આભ.. ધરતી બની અગન ગોળો.. સાવરકુંડલા શહેરમાં પણ આજે તાપમાન ૪૩ ને પાર. ભર બપોરે રસ્તા થયાં સુમસામ.. સખત ગરમ લૂ જાણે અંગારા વરસાવતી હોય તેવો અહેસાસ.. લોકો ઘરો અને ઓફિસોમાં કેદ.. બાળકો પણ આવા ધગધગતા વાતાવરણમાં ભારે પરેશાન. ભરબપોરે તો કોઈ એકલ દોકલ જ રસ્તા પર પસાર થતાં જોવા મળેલ. ખૂબ જરૂરી હોય તો જ લોકો બપોરે ઘર બહાર નીકળતાં જોવા મળેલ. ગરમીથી ત્રસ્ત લોકો ગરમીમાં રાહત મેળવવા શરબત, ઠંડાપીણા, લચ્છી અને નાળિયેર પાણીનું સેવન કરતાં જોવા મળેલ. એ. સી. ફુલ મોડ પર, પંખા ફુલ સ્પીડ પર ચાલુ રાખીને પણ ગરમીમાં થોડી રાહત મેળવતાં સાવરકુંડલાના શહેરીજનો હવે આ ગરમીના પ્રકોપ ને વિદાય મળે તેવું ઈચ્છતાં હોય તેવું જોવા મળેલ
