છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા આદેશથી અને જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક જે.જી.ચાવડા ની માર્ગદર્શન હેઠળ જાસ્મીન ચેરિટેબલ ટ્રસ્ટ,વડોદરા દ્વારા જે.ટી.એ. સ્પોર્ટ્સ એન્ડ સેલ્ફ ડિફેન્સ એકેડમી ના ના સહયોગ થી છોટાઉદેપુર જિલ્લા ના વિવિધ તાલુકા માં મહિલા બેહનો અને વિધાર્થિનીઓને સ્વ-બચાવ ની તાલીમ આપવામાં આવી રહી છે જેને લઈને છોટાઉદેપુર જિલ્લાના કદવાલ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલ 300 જેવી મહિલાઓને કરાટે સ્વ રક્ષણની તાલીમ આપવામાં આવી હતી સાથે કદવાલ હાઈસ્કૂલની બાળાઓને કદવાલ પોલીસ સ્ટેશન ની મુલાકાત કરાવવા માં આવતા કદવાલ પોલીસ સ્ટેશન ના પી એસ આઈ અરવિંદ પરમારના બાળાઓને પોલીસ સ્ટેશન ની કામગીરી અને પોલીસ જવાનોની કામગીરી વિશે વિશેષ જાણકારી આપી હતી સંસ્થાના ચીફ કોચ જાબીરહુસેન એન.મલેક અને શાળા ના આચાર્ય હરામણસિંહ રાજપૂત દ્વારા તમામ બાળાઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી જિલ્લામાં આપવામાં આવી રહી છે.સ્વરક્ષણની તાલીમ કરાટે કોચ રાજેશ તિવારી આપવામા આવી રહી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


