Gujarat

સુરતમાં બીઆરટીએસ બસે વૃદ્ધાને ટક્કર મારતા મોત

સુરત
ગુજરાતમાં બીઆરટીએસ ચાલુ કરતાથી અત્યાર સુધી બાઆરટીએસ કોઈને કોઈ કારણ સર સમાચારમાં રહી જ છે ત્યારે અનેક વાર બસે કોઈને કોઈ અકસ્માત કર્યાના સમાચાર આવ્યા છે ત્યારે સુરતમાં બીઆરટીએસ બસ ખતરાની ઘંટડી વગાડી દોડતી હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સાઉથ ગુજરાત યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓને અડફેટે લીધાની ઘટનાના ૨૪ કલાકમાં જ અમરોલીમાં બીઆરટીએસ બસે રાહદારી વૃદ્ધાને અડફેટે લેતા મોતને ભેટી હોવાનું સામે આવ્યું છે. બનેલી ઘટના બાદ બીઆરટીએસ બસ સામે લોકોમાં રોષ દેખાતા ડ્રાઇવર ઘટના બાદ સ્થળ પરથી ભાગી ગયો હોવાનું લોકોએ જણાવ્યું છે. મહિલા રાહદારી રોડ ક્રોસ કરતી હતી. બસના ચાલકે મહિલાને અડફેટે લઈ કચડી નાખતા સ્થળ પર જ મહિલા તડફડીને મોતને ભેટી હતી. કેટલીક મહિલાઓની ચિચયારી નીકળી ગઈ હતી. ધ્રુજારી આવી જાય એવી ઘટનાને લઈ લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી. તાત્કાલિક લોકોએ ૧૦૮ને જાણ કરતા એ પણ દોડી આવી હતી. જાેકે ત્યાં સુધીમાં સમય નીકળી ગયો હતો. લોકોના આક્રોશ વચ્ચે પોલીસ દોડી આવતા ભાગદોડ મચી ગઇ હતી. મહિલાની ઓળખ દિશામાં તપાસ શરૂ કરાઇ હતી. બસનો ડ્રાઇવર ભાગી જતા પોલીસે તેની શોધખોળ કરવા ટીમ રવાના કરી હતી. હાલ પોલીસ તપાસ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *