Gujarat

સુરત ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓમાં ચિંતા વધી

સુરત
સુરતના અતિ વ્યસ્ત એવા રીંગરોડ વિસ્તારની અંદર સામાન્ય દિવસોમાં પણ ખૂબ જ ટ્રાફિક જાેવા મળે છે. વિશેષ કરીને ડો. બાબા સાહેબ આંબેડકર ફ્લાયઓવરના કારણે ટ્રાફિકથી કંઇક અંશે રાહત મળે છે. ફ્લાયઓવર બ્રિજનું સમારકામ કરવાનું હોવાથી બે મહિના માટે બ્રિજ બંધ કરવાનો ર્નિણય કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે. જેના કારણે રીંગરોડ ઉપર ટ્રાફિકજામની સમસ્યા વકરે તેવી સ્થિતિ ઊભી થશે. સૌથી મોટી સમસ્યા વેપારીઓ માટે સામે આવે તેમ છે. માર્કેટના વેપારીઓ પોતાનો ગ્રે અને ફિનિશ માલને કેવી રીતે લોડિંગ-અનલોડિંગ કરશે તેની ચિંતા સતાવી રહી છે. ફ્લાયઓવર બંધ થતાં રીંગરોડ અને બંને તરફનો માર્ગ ઉપયોગમાં લેવાશે. જાેકે ટેક્સટાઈલ માર્કેટમાં ચાલતા ટેમ્પાને કારણે આ રોડ ઉપર ખૂબ જ ટ્રાફિક જાેવા મળતો હોય છે. ફ્લાયઓવર બંધ થતા બધુ ભારણ એક જ માર્ગ ઉપર આવી જાય તેને કારણે ટેક્સ્ટાઈલ માર્કેટના ટેમ્પો પાર્કિંગ કેવી રીતે કરશે અને માલને કેવી રીતે લોડીંગ-અનલોડિંગ કરશે તેને લઇને મૂંઝવણ ઊભી થઈ છે. મોટાભાગની માર્કેટો એવી છે કે જેમાં પાર્કિંગની વ્યવસ્થા નથી તેવી માર્કેટના વેપારીઓ માટે આ સમસ્યા માથાનો દુખાવો બની જવાની છે. જે માર્કેટોમાં પાર્કિંગ નથી ત્યાં તો વેપારીઓ પોતાની ગાડી ક્યાં મુકશે તેને લઈને પણ અવઢવ ઉભી થઈ છે. કોર્પોરેશન ભલે એવું કહેતી હોય કે આ બે મહિના માટે બ્રિજ બંધ કરવામાં આવશે પરંતુ અત્યાર સુધીમાં આપણે જાેઈએ છે કે જે રીતે ગોકળ ગતિએ કામ ચાલે છે તેને કારણે એક શંકા એવી પણ છે કે બે મહિનાને બદલે આ સમસ્યા ત્રણથી ચાર મહિના સુધી પણ ચાલી શકે છે. આવી સ્થિતિમાં વાહનવ્યવહાર માટેનો અતિ વ્યસ્ત વિસ્તારમાં લોકોને ભારે હાલાકી ઉભી કરશે. સ્ટેશન તરફ જવા માટેનો આ માર્ગ હોવાને કારણે અનેક સમસ્યાઓ ઊભી થશે. ફ્લાયઓવર બ્રિજ વાહનવ્યવહાર માટે બંધ કરાતા વૈકલ્પિક માર્ગ તથા ટ્રાફીક પરિવહનમાં સરળતા રહે તે હેતુસર અડાજણ ત૨ફથી રેલ્વે સ્ટેશન ત૨ફ જતા વાહનોએ તાપી નદી પરના શ્રીચંદ્રશેખર આઝાદ રીવ૨ બ્રિજનો ઉપયોગ ક૨વાનો ૨હેશે આ ઉપરાંત ઉધના દરવાજાથી ખરવર નગર જંકશન મારફત કેનાલ બી.આર.ટી.એસ.રૂટનો ઉપયોગ કરી કામરેજ તરફે જવા માટે ઉપયોગ ક૨વો પડશે. ફેડરેશન ઓફ સુરત ટેકસટાઇલ ટ્રેડર્સ એસોસિએશનના પ્રવક્તા રંગનાથ શારદાએ જણાવ્યું કે ડો.બાબા સાહેબ આંબેડકર ફ્લાયઓવર બ્રિજની બંને ત૨ફ આવેલા રોડ પર કોઈપણ પ્રકારના વાહનો ઉભા રાખવા પર તેમજ પાર્કીંગ કરવા તેમજ માલસામાનનું લોડિંગ-અનલોડિંગ ક૨વામાં પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. અમે કેટલાક સૂચનો કર્યા છે. જેમકે ગ્રે અને ફિનિશ્ડ કાપડ માટે લોડિંગ-અનલોડિંગ માટેનો એક સમય નક્કી કરવામાં આવે. સવારે વધુ વાહન વ્યવહાર ન હોવાને કારણે ૯ઃ૦૦ પહેલા અને રાતે ૦૮ઃ૦૦ બાદ ટેમ્પોને લોડિંગ-અનલોડિંગ કરવા માટેની છૂટ આપવામાં આવે. જાે આ પ્રકારની છૂટ નહીં આપવામાં આવે તો વેપાર કેવી રીતે થશે. ટ્રાફિક વિભાગના અધિકારીઓ સાથે અમે સતત સંપર્કમાં છે અને આવનાર દિવસોમાં પણ જે સમસ્યા થશે તેને લઈને અમે રજૂઆત કરવાના છે. અધિકારીઓએ પણ કહ્યું છે કે વેપારીઓ અને લોકોને સમસ્યા ઓછામાં ઓછી થાય એ પ્રકારનું આયોજન કરતા રહીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *