સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરની એમપી શાહ કોમર્સ કોલેજ ખાતે યોગ શિબિર યોજાઇ હતી. જેમાં યોગ બોર્ડના ચેરમેન શિશુપાલજી તેમજ કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્ર મુંજપરા સહીતના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતા. સુરેન્દ્રનગર જિલ્લાના દરેક તાલુકા મથકે યોગ કેન્દ્ર બનાવી લોકોના ઘર ઘર સુધી યોગ પહોંચાડવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો. આ યોગ શિબિરમાં યોગ બોર્ડના ચેરમેન શિશુપાલજી તેમજ કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્ર મુંજપરા સહીતના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા. આ યોગ શિબિરમાં યોગ દ્વારા શરીરના મોટા ભાગના રોગમાં રાહત મળતી હોય લોકોને યોગ કરવા આહવાન કરવામાં આવ્યું હતુ. જેમાં યોગ નિષ્ણાંતો દ્વારા શિબિરમાં હાજર લોકોને યોગાના વિવિધ આસન તેમજ યોગ દ્વારા થતાં ફાયદા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર એમપી શાહ કોમર્સ કોલેજ ખાતે યોજાયેલી યોગ શિબિરમાં રાજકીય આગેવાનો સહિત સુરેન્દ્રનગરના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
