Gujarat

સુશાંત સિંહ માટે રિયા જ ડ્રગ્સ ખરીદતી હોવાનું બહાર આવ્યું

મુંબઈ
બોલિવૂડના પ્રોમિસિંગ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધન મામલે આરોપોનો સામનો કરી રહેલી રિયા ચક્રવર્તીની મુશ્કેલીઓ વધવાના એંધાણ છે. સુશાંતના મોત મામલે ડ્રગ્સ કનેક્શનની તપાસ કરી રહેલા નોર્કોટિક્સ બ્યૂરોની તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવી છે. તપાસ દરમિયાન જણાયું હતું કે, સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી જ તેના માટે ડ્રગ્સની ખરીદી કરતી હતી. ૨૦૨૦ના વર્ષમાં સુશાંત સિંહ રાજપૂતનું રહસ્યમય સંજાેગોમાં મોત નિપજ્યુ હતું. તેમના મોત બાદ સમગ્ર દેશમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. બોલિવૂડમાં નેપોટિઝમ ગેંગ સામેનો આક્રોશ પણ આ ઘટના બાદ જ વધ્યો હતો. પ્રારંભિક તબક્કે આ કેસની તપાસ મુંબઈ પોલીસ કરતી હતી અને બાદમાં કેસ સીબીઆઈના હવાલે કરાયો હતો. સીબીઆઈ તપાસ દરમિયાન સુશાંત ડ્રગ્સ લેતો હોવાનું બહાર આવ્યું હતું અને ત્યારબાદ આ કેસ એનસીબીને સોંપાયો હતો. એનસીબીની ડ્રાફ્ટ ચાર્જશીટમાં રિયા અને તેના ભાઈ શૌવિક ચક્રવર્તી સહિત ૩૪ આરોપીઓનો ઉલ્લેખ છે. સુશાંત માટે રિયા જ મારીજુઆના ખરીદતી હોવાનો એજન્સીનો દાવો છે. બાદમાં સુશાંતના ઈશારે તે નાણાં ચૂકવતી હતી. સેમ્યુઅલ મિરાન્ડા, શૌવિક ચક્રવર્તી અને દિપેશ સાવંત સહિત અનેક લોકો સાથે મળીને રિયા ડ્રગ્સ ખરીદતી હતી. રિયાએ સુશાંત માટે ડ્રગ્સ ખરીદ્યું હોવાના અને સુશાંત પાસેથી તેના નાણાં લીધા હોવાના પૂરતા પુરાવા એજન્સી પાસે છે. બોલિવૂડમાં ગાંજાની લેવડ-દેવડ માટે પણ રિયા અને તેના ભાઈએ વોટ્‌સએપ ગ્રૂપ બનાવ્યું હોવાનું બહાર આવ્યું છે. જેથી સુશાંત કેસની સુનાવણી દરમિયાન વધુ મોટા ખુલાસા થવાની સંભાવના છે.

File-01-Page-27.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *