Gujarat

સ્વચ્છતાની થીમ ઉપર જિલ્લાભરની શાળાઓમાં સ્વચ્છતાલક્ષી સ્પર્ધાઓ, પ્રભાતફેરી, સ્વચ્છતા સંવાદ, વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાયા

ભારત સરકારના પે  જળ અને સ્વચ્છતા વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.૧૫  સપ્ટેમ્બર થી તા.૨  ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા  કેમ્પેઈનની ઉજવણી કરવામાં આવી હતી. આ  કેમ્પેઈનની ઉજવણી ની પૂર્ણાહુતિના ભાગરૂપે સરપંચશ્રીઓને સ્વચ્છતાને લગત ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

        જૂનાગઢ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી મીરાંત પરીખના સીધા માર્ગદર્શન હેઠળ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી જૂનાગઢના નિયામકશ્રી  પી.જી.પટેલના નેતૃત્વમાં જિલ્લાના ગામોમાં બીજી ઓક્ટોબરને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. જૂનાગઢ તાલુકાના બિલખા ગામે આયોજિત કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી પી. જી. પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે બીલખા, ઈવનગર અને  મેવાસા કમરીના સરપંચશ્રીને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

તારીખ  ૨૭ થી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન ગ્રામીણ વિકાસ અને સ્વચ્છતાની થીમ ઉપર જિલ્લામાં જાહેર સ્થળોની સ્વચ્છતા, જળાશયો આસપાસ સ્વચ્છતા તેમજ વૃક્ષારોપણ, શાળામાં સ્વચ્છતા અને વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતાલક્ષી વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. આ ઉપરાંત વહેલી સવારે ગ્રામજનો દ્વારા પ્રભાતફેરી શાળાના બાળકો દ્વારા સ્વચ્છતા રેલી તેમજ સરપંચશ્રીઓ પદ અધિકારીઓને ગ્રામજનો સાથે સ્વચ્છતા સંવાદ યોજી સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા હતા.

swachhhta-campaign-2.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *