જૂનાગઢ તા.૪ સરકારશ્રી દ્વારા ધર વિહોણા લોકોને આશ્રયસ્થાન મળી રહે તે માટે શહેરોમાં તો સુવિધાયુકત રેનબશેરા-આશ્રયસ્થાનો બનાવ્યા જ છે. જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા જૂનાગઢ શહેરમાં ચાર શેલ્ટરહોમ ચાલી રહયા છે. ત્યારે ગ્રામ્ય કે જંગલ વિસ્તારના લોકો માટે પણ સરકાર દ્વારા આશ્રયસ્થાનોનું નિર્માણ કાર્ય થઇ રહયુ છે.
માણાવદર તાલુકાના બોડકા ગામે ચારણ નેસ માલધારી વસાહતમાં રેન બસેરા બનાવવા છે. રૂ. ૫ લાખના ખર્ચે નિર્માણ પામનાર આ રેન બસેરામાં કુદરતી આપત્તિઓ કે અન્ય મુશ્કેલીના સમયમાં લોકોના નિવાસ માટે ઉપયોગ કરી શકાશે. તેમજ જરૂરિયાત અનુસાર જન સુવિધા માટે આ રેનબસેરાનો ઉપયોગ કરી શકાશે.
