Gujarat

હરિ હર ની ભૂમિ થી વિશ્વ પ્રસિદ્ધ પ્રભાસ ક્ષેત્ર જ્યાં ભગવાન શિવ અને ભગવાન કૃષ્ણ બિરાજમાન છે. આજે યોગાનુયોગ શ્રાવણનો બીજો સોમવાર અને અગીયારસ એક સાથે હોય, ભક્તો આદિ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ ના ચરણોમાં દર્શનાર્થે ઉમટી પડ્યા હતા, દુર દુર થી  પગપાળા ચાલતા  યાત્રિકો ના હર હર મહાદેવના નાદથી સોમનાથ ના રસ્તા દિવ્ય બન્યા હતા. 

આજે પ્રાત શૃંગાર માં સોમનાથ મહાદેવને મોતીઓથી અલંકૃત શ્વેત પીતાંબર જે   તેનો શૃંગાર કરવામાં આવેલ, સાથે જ ગુલાબ, મોગરા, બિલ્વપત્ર, જાસુદ, ડોલર સહિતના પુષ્પહાર સાથે અલૌકિક શૃંગાર કરવામાં આવેલ હતો, જે દર્શનની ઝાંખી થી ભક્તો ધન્ય બન્યા હતા.
એક અંદાજ પ્રમાણે સવારે 4-00 વાગ્યે થી 8-00 સુધી એટલે ચાર કલાકમાં 15 હજારથી ભક્તો સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્ય બન્યા.
પ્રાતઃ આરતી સમયે ભક્તો નો માનવમહેરામણ અને રત્નાકર સમુદ્ર શિવ ભક્તિ માં લીન બન્યા હતા.
સવારે વિધાનસભા અધ્યક્ષ નિમાબેન આચાર્ય એ સવારે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા.

IMG_5434.JPG

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *