Gujarat

હસ્નાપુર ગામના ૧૦ ખેડૂતોને PMKUSUM-B યોજના હેઠળ સોલાર વોટર પંપના નવા ખેતીવાડી વીજ જોડાણ અપાશે

હસ્નાપુર ગામની ખેતીવાડીની જમીન ફોરેસ્ટ સેટલમેન્ટ એરિયામાં આવતી હોવાથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની મંજુરી વગર ખેતી વીજ જોડાણ આપી શકાતા નથી. . આથી હસ્નાપુર ખેતીવાડીમાં વીજ પુરવઠો મળી શક્તો નથી. ત્યારે આ બાબતને ધ્યાનમાં લઇ સરકારશ્રી દ્વારા PMKUSUM-B યોજના હેઠળ સોલાર વોટર પંપ દ્વારા નવા ખેતીવાડી વીજ જોડાણ આપી શકાય છે. રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિસાવદર તથા હસ્નાપુર ગામના ખેડૂતો સાથે પીજીવીસીએલ વિભાગીય કચેરી દ્વારા સમયાંતરે મિટીંગ કરી અને તેઓને યોજના વિશે માહિતી આપી હતી. આ યોજના હેઠળ ૧૦ ખેડૂતો દ્વારા સોલાર વોટર પંપ દ્વારા નવા ખેતીવાડી વીજ જોડાણ માટેની અરજી કરી હતી. તે અરજીને ધ્યાને રાખીને હવે હસ્નાપુરના ૧૦ ખેડૂતોને સોલાર વોટર પંપના નવા ખેતીવાડી વીજ જોડાણ તાત્કાલીક આપી દેવામાં આવશે તેમ  પીજીવીસીએલ, વર્તુળ કચેરી જૂનાગઢ દ્વારા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *