Gujarat

હાઈ સ્કૂલમાં પીવાના પાણી માટે આર.ઓ.પ્લાન્ટ તથા વિવિધ આંગણવાડીમાં આર.ઓ.પ્લાન્ટ માટે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું

વંદે ગુજરાત વિકાસ યાત્રા જૂનાગઢ તાલુકાના બીલખા ગામે પહોંચતા ગ્રામજનોએ ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. સાથે જ હાઇસ્કુલની બાળાઓએ પણ કુમ-કુમ તિલક કરી વંદે ગુજરાત વિકાસ યાત્રાના વધામણા કર્યા હતા.

            આ પ્રસંગે આ બીલખાની હાઈસ્કૂલમાં પીવાના પાણી માટે રૂપિયા ૨ લાખના ખર્ચે આર.ઓ.પ્લાન્ટનું લોકાર્પણ તથા બીલખાની વિવિધ આંગણવાડીઓમાં રૂપિયા ૫ લાખના ખર્ચે આર.ઓ.પ્લાન્ટ માટે ખાતમહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સાથે ગુજરાતના બે દાયકાની વિકાસ ગાથા રજૂ કરતી ફિલ્મને પણ મહાનુભાવો અને ગ્રામજનોએ નિહાળી હતી.

              આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી અનકભાઈ ભોજકએ જણાવ્યું કે, ગુજરાત સરકાર જરૂરિયાત મંદ લોકોને સુવિધા મળી રહે તે માટે કામગીરી કરી રહી છે અને ગરીબ પરિવારો વિવિધ યોજનાથી વંચિત ન રહી જાય તેવી તકેદારી રાખી વિકાસનો રથ આગળ વધારી રહી છે. આ તકે પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા હાઈસ્કૂલના પટ્ટાગણમાં વૃક્ષારોપણ કરી રોપાઓનો વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યો હતું.

             આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ સહિતના પદાધિકારી-અધિકારી અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

bilkha-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *