સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
તારીખ ૬ માર્ચના રોજ સાવરકુંડલા મુકામ મળેલી સાવરકુંડલા ઉદ્યોગ એસોશિયેશનની મિટિંગમાં અમરેલી સાંસદ નારણભાઈ કાછડીયાએ વચન આપ્યા મુજબ આજરોજ મુખ્યમંત્રી સાથે ઉદ્યોગ એસોસીએશનનાં પ્રતિનિધિઓની રૂબરૂ મુલાકાત કરાવતાં એસોશિયેશનના પ્રતિનિધિઓએ તેમની સાવરકુંડલા શહેરમાં જીઆઇડીસીની માંગણી માટે રજૂઆત કરતાં માનનીય મુખ્યમંત્રીએ આ માટેની તમામ જરૂરી કાર્યવાહી કરવા માટેની સૂચના સંલગ્ન અધિકારીઓને આપી વહેલી તકે સાવરકુંડલા શહેરને જીઆઇડીસીની સુવિધા ઉપલબ્ધ થાય તેવી ખાતરી પણ આપી હતી. આ તકે
સાંસદ નારણભાઈ કાછડીયા અને સાવરકુંડલા ઉદ્યોગ એસોશિયેશનના પ્રમુખ ઘનશ્યામભાઈ મશરૂ, વિપુલભાઈ મકવાણા, કેતનભાઈ ત્રિવેદી, નિકુલભાઈ ચુડાસમા, સંદીપ ભાઈ ભટ્ટ, અનિલભાઈ ગોસાઈ સમગ્ર ટીમ અને સાવરકુંડલાના ભાજપ આગેવાનો રાજુભાઈ દોશી, જીવનભાઈ વેકરીયા, શરદભાઈ પંડ્યા, પરાગભાઈ ત્રિવેદી, પ્રવિણભાઈ સાવજ એક સાથે રૂબરૂ મુલાકાત કરીને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને સાવરકુંડલાના વિકાસ માટે જીઆઇડીસીની માંગણી કરતાં તાત્કાલીકના ધોરણે જીઆઇડીસીની માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને અમરેલી કલેક્ટરને આ પ્રતિનિધિ મંડળની રૂબરૂમાં યોગ્ય કાર્યવાહી કરવાની ભલામણ કરી હતી અને ખુશીના સમાચાર એ છે કે સાવરકુંડલાના બાયપાસ રોડની મંજુરી લેખીતમાં આજે મળી ઞઇ છે આ કાર્ય ને લય સાવરકુંડલા ઉધોગ એસોશિયેશને નારણભાઈ કાછડીયાને શુભેચ્છાઓ પાઠવી હતી અને આભાર વ્યક્ત કર્યો હતો


