સાબરકાંઠા
યુએનએસીની બેઠકમાં પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કરેલા નિવેદનો સામે સમગ્ર ભારતમાં વિરોધ પ્રદર્શનો થઇ રહ્યા છે. ત્યારે હિંમતનગર, ખેડબ્રહ્મા સહિત જિલ્લામાં ભાજપના કાર્યકર્તાઓએ પાકિસ્તનના વિદેશ મંત્રીના પુતળાનુ દહન કરી કલેક્ટરને આવેદનપત્ર આપી દેખાવો કર્યા હતા. આ અંગેની વિગત એવી છે કે યુએનએસસીની બેઠકમાં પાકિસ્તાન વિદેશ મંત્રીએ બુધ્ધીનું દેવાળુ ફુંક્યુ હોય તેમ આરએસએસ અને ભારતના વડાપ્રધાન વિરૂધ્ધ બેજવાબદાર અને બાલીસવાણી વીલાસ કર્યો હતો. દેશના પનોતા પુત્ર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબી ખરડવાનો હિન પ્રયાસ કરવામાં આવ્યો છે. તે ખુબજ નિંદનીય છે અને તેમને બિલકુલ માફ કરી શકાય નહીં. તેમના નિવેદનને વખોડી જાણે કે પાકિસ્તાનના વિદેશ મંત્રીએ બુધ્ધીનું દેવાહુ ફુંક્યુ હોય તેમ ગમે તેવા શબ્દોનો પ્રયોગ કરી વાણીવિલાસ કર્યો છે. જેની સાબરકાંઠા જિલ્લા ભાજપના કાર્યકર્તાઓએ સખ્ત શબ્દોમાં નિંદા કરી હિંમતનગરના ટાવર ચોક ખાતે પાકિસ્તાનના વિદેશ મંત્રી વિરૂધ્ધ દેખાવો, સુત્રોચ્ચાર પોકાળ્યા હતા અને પુતળાનુ દહન કરવામાં આવ્યુ હતુ. તેમજ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતુ. આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી મહેન્દ્રસિહ રહેવર, શહેર પ્રમુખ વી.એન.રાવલ, હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, રાજુભાઇ પંચાલ, સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.


