Gujarat

હિંસાથી ભોગ બનેલી મહીલાના વહારે આવ્યું ઉના પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર (મહીલા સહાયતા કેન્દ્ર)

કુંવારી યુવતીને માતા બનાવીને બીજી પ્રેગ્નન્સી રાખીને ઘર માંથી કાઢી મુકતા સાસરીયા!!

 

યુવતીએ પોતાને ત્રાસ આપી મારકુટ કરતાં હોવાની પોલીસ સમક્ષ મદદ માંગી..

 

સમાધાન માટે આવેલાં પતિ પક્ષનાં લોકો નશાની હાલતમાં આવતાં જેલ ભેગા થયાં

 

યુવતિને પિતાનાં શરણે મોકલી ત્યાં તેનાં સંતાનો છીનવી લેતાં ૧૦ કી મી પગપાળા ચાલીને પોલીસ સ્ટેશન મહિલા સહાય કેન્દ્ર પોંહચી..

 

ઊના – માનવીના જીવનની એક નાની એવી ભુલ કયા સુધી દુઃખદ આગ લગાડતું સંસાર બનાવી મુકે છે. તેનો જીવંત કિસ્સો પોલીસ સમક્ષ આવ્યો હતો. અને તેના ઉકેલ માટે પોલીસ યુવતી અને તેનાં સાસરીયાનું મિલન કરાવવા આગળ આવી પણ પોલીસ સામે હદ વટાવી ચૂકેલા સામાવાળા નશાની હાલતમાં યુવતી સાથે અશોભનીય વર્તન કરતાં પોલીસે આખરે લાલ આંખ દેખાડીને જેલ હવાલે કર્યા હતાં…

 

તા.29/8/22 નાં રોજ ઊના પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર પર ઊના પોલીસ સ્ટેશન મા એક કિસ્સો આવેલ. જેમા મનિષાબેન અને સોનલબેન કાઉન્સેલર દ્વારા યુવતી ની માહિતી જાણતા હકિકત જાણવાં મળેલ કે ઘણા સમય પહેલા ઉના નાં ૧૦ કિ. મી. દુર નાં ગામની યુવતીને ગામનો જ એક યુવાન ભગાડી લઇ ગયો હતો. અને બે વર્ષ સુધી તેમની સાથે કોઈ પણ રીત રિવાજ કે કોર્ટ દ્વારા લગ્ન કરેલ નહિ અને આ યુવતી એક દોઢ વર્ષનાં બાળકની માતા બનેલ હતી ત્યાર બાદ  હાલમા પાંચ મહિના પ્રેગ્નેટ છે. યુવતીને તેના સાસરીયાનાં લોકો દ્વારા ખૂબ ત્રાસ આપવામાં આવતો. મારકૂટ કરતા. અશોભનીય ગાળો અને જબરદસ્તી કરવામાં આવતી. ગઇ કાલે યુવતીને મારકૂટ કરતા અને બાળકને પણ છીનવી લેતાં યુવતી 10 કિ.મી.  દૂર પોતાનાં ગામેથી પગપાળા ઊના પોલીસ સ્ટેશનનાં મહિલા સહાયતા કેંદ્ર પર પહોંચી હતી. અને પોતાની વ્યથા પોલીસ સમક્ષ રજુઆત કરતાં પોલીસે સાંભળવામાં આવી તાત્કાલિક ધોરણે સેન્ટર દ્રારા કાર્યવાહી કરવામાં આવી. દુખીયારી  યુવતીની હાલત ખરાબ હોવાથી આખો દિવસ સેન્ટર પર રાખેલ તેનાં માટે જમવાની વ્યવસ્થા કરી અને ખર્ચ માટે પૈસા પણ આપેલ. ત્યાર બાદ સામાંપક્ષને બોલાવી વાતચીત કરેલ પણ સામાપક્ષ નાં લોકો દારૂની નશામાં પોલીસ સ્ટેશન આવેલ હતા. અને ખરાબ વર્તન કરતા તેમને પોલીસે કાનુની કાર્યવાહી કરી જેલ હવાલે કરવામાં આવેલ. યુવતીને ત્યાર બાદ તેમનાં પિતાને સોંપેલ.

 

ત્યાર પછી તા.30/8022 નાં રોજ ફરી સવારે યુવતી પોતાના સંતાન લઇ ને આવેલ તેમનો નિર્ણય નારી સુરક્ષા ગૃહમા જવાનો જણાવેલ. જેથી રાજકોટ નારી સુરક્ષા ગૃહમાં મોકલવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવેલ. અને એ દરમિયાન યુવતી પાસે પહેરવાં કપડાં સહિતની ચીજ વસ્તુઓ ન હોવાથી પોલીસે જોઈતા કપડાં અને ડોક્યુમેન્ટ પણ બનાવવામાં મદદ કરી હતી. અને ટીમ સાથે તેમનાં ઘરે જઈ પહોચતા કરેલ હતા. અને ગીર સોમનાથ જિલ્લામાં થી 181 ગાડી હેલ્પ ગાડી બોલાવી.  2દિવસ માટે યુવતી અને તેનાં બાળક ને વેરાવળ સખી વન સ્ટોપ સેન્ટર પર રાખવામાં આવશે. અને ત્યાર બાદ ત્યાંથી તેમને રાજકોટ નારી સુરક્ષા ગૃહ મા મોકલી અપાશે. આમ બે દિવસ સુધી મહિલા સહાયતા કેન્દ્રનાં કાઉન્સેલર મનિષાબેન ગોહીલ તેમજ સોનલબેન વનરા દ્વારા  યુવતીની મદદરૂપ બની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી  યુવતીને ન્યાય મળે અને સલામત જગ્યાએ રહી શકે તેવાં પ્રયાસો કરાવામાં આવેલ હતાં. આ સમગ્ર કામગીરી દરમિયાન ઉના પોલિસ સ્ટેશનનાં પી. આઇ. મસી દ્વારા સતત સંપર્ક માં રહી તમામ પ્રકારનો  સહયોગ આપી માનવતાનું ઉત્તમ કાર્ય કરેલું હતું

 

હિંસાથી-ભોગ-બનેલી-મહીલાના-વહારે-આવ્યું-ઉના-પોલીસ-સ્ટેશન-બેઇઝ્ડ-સપોર્ટ-સેન્ટર.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *