Gujarat

ે કાંધલ જાડેજાને જેલમાં નહિ જવું પડે ઃ વકિલ

રાજકોટ
૧ માર્ચ ૨૦૦૫ના રોજ પોરબંદરના કાંધલ જાડેજા અને કાના જાડેજાને પૂર્વ નગરસેવક કેશુ નેભા ઓડેદરા સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી. બાદમાં કાંધલ જાડેજા અને કાના જાડેજાએ ફાયરિંગ કરી કેશુ નેભાની હત્યા કરી હતી. આ કેસમાં પોલીસે કાંધલ જાડેજા, કાના જાડેજા સહિત ૯ સામે ફરિયાદ નોંધાઇ હતી. જાેકે જુલાઇ ૨૦૨૧માં કાના જાડેજા સહિત ૮ આરોપીને નિર્દોષ જાહેર કર્યા હતા. પોરબંદરમાં હત્યા કરવાના આરોપસર જે-તે સમયે રાજકોટ જેલમાં કાચા કામના કેદી તરીકે રાખ્યા હતા. રાજકોટ જેલમાંથી સારવાર માટે મનહર પ્લોટમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા બાદ કાંધલ જાડેજાના જાપ્તા માટે રખાયેલી પોલીસ કર્મચારીઓ સાથે સાઠગાંઠ રચીને ભાગી ગયા હતા. ફરાર કાંધલ જાડેજા ૨૦૦૯માં મહારાષ્ટ્રમાંથી ઝડપાઇ જતાં તેને ૧૫ દિવસની રિમાન્ડની માગણી સાથે અદાલતમાં રજૂ કરાયા હતા. અદાલતે રિમાન્ડની માગણી રદ કરતા પોલીસે નીચેની કોર્ટના રિમાન્ડ રદ કરવાના હુકમને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો.આ કેસમાં ધારાસભ્ય કાંધલ, તબીબ સહિત કુલ ૧૪ સામે ફરિયાદ નોંધાઇ હતી. જે પૈકીના કરશન બાલુ ઓડેદરા અને હિતેશ રાજાભાઇ ઓડેદરા નામના આરોપી હજુ ફરાર છે. તબીબ તુષાર રમેશચંદ્ર શાહનું અવસાન થયું છે. તેમજ અન્ય આરોપી એવા પોલીસમેન સુરેશ ભૂરાભાઇ સોનારા, વિઠ્ઠલભાઇ ભીખાભાઇ જાદવ, દિલીપસિંહ ભરતસિંહ રાજપૂત અને પ્રવીણભાઇ ભીમજીભાઇ ગોહેલને શંકાનો લાભ આપ્યો છે. અનેક ગુનામાં સંડોવાયેલા કાંધલ જાડેજા ખોટા દસ્તાવેજાેના આધારે ખાનગી હોસ્પિટલમાં દાખલ થયો હતો અને હોસ્પિટલમાં તેને આઇસીયુમાં દાખલ કર્યો હોવાનું જણાવ્યું હતું. જે અંગે જેલ તંત્રને જાણ કરવામાં આવી ન હતી. હત્યા, હત્યાની કોશિશ જેવા ગંભીર ગુનાનો આરોપી હોય હોસ્પિટલમાં પોલીસ જાપ્તો રાખવામાં આવ્યો હતો. જાપ્તામાં રહેલા પોલીસ કર્મચારીઓ દારૂ-બિયરની પાર્ટી કરી ફરજમાં ગુનાહિત પ્રવૃત્તિ કરી હતી. આરોપી કાંધલ જાડેજાએ હોસ્પિટલમાં પ્રેમિકા સાથે સંબંધ બાંધ્યા બાદ પ્રેમિકાએ તેના ભાઇ સહિતના શખ્સની મદદથી કાંધલને ભગાડવા માટે કારની વ્યવસ્થા કરી આપી હતી. હોસ્પિટલમાંથી નાસી ગયા બાદ જાપ્તામાં રહેલી પોલીસે બપોરના ૧.૫૫ સમય સુધી તેના અધિકારીઓને બનાવની જાણ કરી ન હોવાની વિગતો તપાસમાં બહાર આવી હતી. કેસ ચાલુ હતો તે સમયે કાંધલ જાડેજા જેલમાં જ હતા. તેઓ ૧૯ મહિના જેલમાં રહી ચૂક્યા હોય કાયદાકીય પ્રક્રિયા મુજબ તેમની સજા કેન્સલ આઉટ થઇ જાય છે. છતાં બંધારણ મુજબ સજાના હુકમ સામે ઉપલી કોર્ટમાં અપીલ કરવાની માગણી કરતા અદાલતે અપીલ માટે એક મહિનાનો સમય આપી સજા પર સ્ટે આપ્યો છે.કુતિયાણાના એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજા રાજકોટ પોલીસના જાપ્તામાંથી ફરાર થવાના કેસમાં રાજકોટ કોર્ટે દોષિત જાહેર કર્યા છે. ૫ ફેબ્રુઆરી ૨૦૦૭માં કાંધલ જાડેજા રાજકોટના વિદ્યાનગર રોડ પર આવેલી શિવાની હોસ્પિટલમાંથી પોલીસ જાપ્તામાંથી ફરાર થયા હતા. કાંધલ જાડેજા, ૪ પોલીસ કર્મચારી, ૩ ડોક્ટર સહિત ૧૪ શખસ સામે કોર્ટમાં કેસ ચાલતો હતો. રાજકોટ કોર્ટે કાંધલ જાડેજાને દોષિત જાહેર કરતો ચુકાદો આપ્યો હતો. કોર્ટે કાંધલ જાડેજાને દોઢની સજા અને ૧૦ દંડ ફટકાર્યો છે. કાંધલ જાડેજાના વકીલ અંશ ભારદ્વાજે નિવેદન આપતા જણાવ્યું હતું કે, કાંધલ જાડેજાને જેલમાં જવું પડશે નહીં. ૧ વર્ષ અને ૬ મહિનાની જેલની સજા અને ૧૦ હજારનો દંડ કોર્ટે ફટકાર્યો છે. પરંતુ ૧૯ મહિનાની સજા કાંધલ જાડેજા ભોગવી ચૂક્યા હોવાથી જેલમાં જવું નહીં પડે. સજા મોકૂફ માટે ૧ મહિના માટે સ્ટે લેવામાં આવ્યો છે. આથી કાંધલ જાડેજા આગામી ચૂંટણી પણ લડી શકશે.

MLA-Kandhal-Jadeja-sentenced-to-one-and-half-years.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *