Gujarat

૧.૪૩ લાખ હે.માં કપાસ તેમજ ૧.૪૩ હજાર હે.માં મગફળી સાથે અન્ય પાક મળી કુલ ૩.૦૨ લાખ હેક્ટર માં ખેડૂતોએ વાવણી કરી  

સમગ્ર ગુજરાતની સાથે જામનગર જિલ્લામાં પણ મેહુલાએ મહેર કરતા વાવણીલાયક વરસાદ થયો છે જેના કારણે જિલ્લાના ખેડૂતોએ વાવણી પણ સારી એવી કરી છે. જામનગર જિલ્લામાં ખેડવાલાયક જમીનના ૮૫ ટકા જમીનમાં ખરીફ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો 60 ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે ત્યારે ખેડૂતો ખેતરે-ખેતરે વાવણી કરવા લાગ્યા છે. ખેડવાલાયક કુલ ૩.૬૧ લાખ હેક્ટર વિસ્તારમાં અંદાજિત કુલ ૩.૦૨ લાખ હેક્ટર જમીનમાં વિવિધ ખરીદ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. એટલે કે ૮૫ ટકા જેટલી જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે. ખેતીવાડી શાખાના આંકડા મુજબ અંદાજે ૧૩૫ હેક્ટરમાં તુવેર, ૧૦૬૮ હેક્ટરમાં અડદ, ,૪૩,૭૫૫ હેક્ટરમાં મગફળી, ૭૯૭ હેક્ટરમાં તલ, ૬૯ હેક્ટરમાં દિવેલા, ૨૧૭૯ હેક્ટરમાં સોયાબીન,૪૩,૪૭૭ હેક્ટરમાં કપાસ (પિયત) ૨૩૨૫ હેક્ટરમા શાકભાજી, ,૦૮૯ હેક્ટરમાં ઘાસચારા પાકનું વાવેતર કરવામાં આવ્યું છે.જામનગર જિલ્લામાં આગામી સમયમાં પણ સારા વરસાદના પગલે બાકી રહેતા વિસ્તારમાં ટૂંક સમયમાં ખરીફ પાકોનું વાવેતર કરવામાં આવશે. જેમાં ઓગસ્ટ સુધીમાં એરંડા પાકનું વાવેતર વધવાની શક્યતા છે.

1-2.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *