Gujarat

૫ વર્ષની બાળકીનું અપહરણ કરી તેની હત્યા કરનાર નરાધમને સુરત પોલીસે ઝડપી પડ્યો

સુરત
સુરતમાં વધુ એક શર્મનાક ઘટના બની છે, પુણા વિસ્તારમાં પોતાના પરિવાર સાથે સુતેલી પાંચ વર્ષની બાળકીનું અપહરણ કરી તેની હત્યા કરનાર નરાધમ યુવાને બાળકી સાથે અડપલાં કરી સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો પ્રયાસ કર્યો હતો. આરોપી યુવાન તેમાં સફળ નહીં થતા અને બાળકી રડવા માંડતા ગળું દબાવી અને માથામાં બોથડ પદાર્થ મારી હત્યા કરી લાશ દાટી દીધી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે બાળકીનું અપહરણ કરી તેણે બાળકી સાથે અડપલાં કરી સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો પ્રયાસ કર્યો હતો.પણ તેમાં સફળ નહીં થતા અને બાળકી રડવા માંડતા ગળું દબાવી અને માથામાં બોથડ પદાર્થ મારી હત્યા કરી લાશ દાટી દીધી હતી.પોલીસે લલનસિંહની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના પુણા વિસ્તારમાં મધરાત બાદ ગુમ થયેલી પાંચ વર્ષીય બાળકીની હત્યા કરેલી લાશ ભૈયાનગરના ખુલ્લા મેદાનમાંથી કચરાના ઢગલાની નીચે દાટેલી મળી આવી હતી. માતાપિતા અને ભાઈબહેન સાથે સુતેલી બાળકીનું અપહરણ કરી લઈ જતા શ્રમજીવી યુવાન લલનસિંહ યાદવે બાળકી રડતા તેનું ગળું દબાવી લાશ દાટી હોવાનો ખુલાસો પોલીસે તેને પકડયા બાદ કરતા પોલીસે તેને સાથે રાખી બાળકીના મૃતદેહને ભૈયાનગર પાસેના મેદાનમાંથી શોધી કાઢ્યો હતો. પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડી લલનસિંહે તેની સાથે દુષ્કર્મ કર્યું છે કે કેમ તે જાણવા પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.

Five-year-old-baby-stumbled.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *