પોરબંદર
પોરબંદર જિલ્લાના માધવપુર ગામે ભગવાન શ્રી કૃષ્ણ અને રુકિમણીના વિવાહ થયા હતા. પણ આ જ ભક્તિભાવ સાથે ભગવાનના વિવાહનો પ્રસંગ ઉજવવામાં આવે છે અને ભવ્ય મેળાનું આયોજન થાય છે. તેમજ રામનવમીથી પાંચ દિવસ સુધી લગ્ન પ્રસંગ ઉજવાય છે.માધવપુરનો મેળો રાષ્ટ્રીય ફલક પર એક નવી ઓળખ મેળવવા જઈ રહ્યો છે. રાષ્ટ્રપતિના હસ્તે મેળાનો શુભારંભ થશે તથા ઉત્તર-પૂર્વના રાજ્યોના મુખ્યમંત્રીઓનું માધવપુર ખાતે આગમન થશે. આ મેળામાં દરરોજ મલ્ટીમીડિયા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. જેમાં મણિપુર, અરૂણાચલ પ્રદેશ, ત્રિપુરા, આસામ, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કીમ અને મણીપુર રાજ્યોની સાંસ્કૃતિક પરફોર્મન્સ આપનાર ટીમોના કુલ ૨૪૩ સભ્યો પોરબંદર રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચ્યા છે. મણિપુરના ૨૭ સભ્યો, અરૂણાચલ પ્રદેશના ૨૬ સભ્યો, ત્રિપુરાના ૨૬ સભ્યો, આસામના ૨૬ સભ્યો, મેઘાલયના ૨૩ સભ્યો, મિઝોરમના ૩૧ સભ્યો, નાગાલેન્ડના ૨૯ સભ્યો, સિક્કીમના ૨૮ સભ્યો અને મણીપુરના ૨૭ સભ્યો પોરબંદર આવી પહોંચ્યા છે. સરકારની ગાઇડલાઇન મુજબ તેમના આર.ટી.પી.સી.આર કરવામાં આવશે અને માધવપુર ખાતે પ્રેક્ટિસ કરવામાં આવશે.
