ઉમેદવારી પત્રો તા.૧૭ નવેમ્બર,૨૦૨૨ના રોજ બપોરના ૩ કલાક પહેલા પરત ખેંચી શકાશે
ભરત ગંગદેવ
અમરેલી જિલ્લાની તમામ વિધાનસભા બેઠકોની સામાન્ય ચૂંટણીનું મતદાન તા. ૦૧ ડિસેમ્બર,૨૦૨૨ના રોજ યોજાનાર છે. ચૂંટણી કાર્યક્રમ અનુસાર ૯૫-અમરેલી વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ મતદારો પૈકી ઉમેદવારીની લાયકાત ધરાવતા હોય તે ઉમેદવારી નોંધાવી શકે છે. તા.૦૫ નવેમ્બર,૨૦૨૨ થી ૧૪ નવેમ્બર,૨૦૨૨ સુધી સવારના ૧૧-૦૦ કલાકથી બપોરના ૩-૦૦ કલાક સુધીમાં (જાહેર રજાના દિવસ સિવાય) ચૂંટણી અધિકારીશ્રી, ૯૫-અમરેલી વિધાનસભા મતદાર વિભાગ-વ-પ્રાંત અધિકારીશ્રી, ચૂંટણી અધિકારીશ્રીની ચેમ્બર, રાજમહેલ કેમ્પસ, પ્રાંત કચેરી, અમરેલી અથવા મદદનીશ ચૂંટણી અદિકારી, ૯૫-અમરેલી વિધાનસભા મતદાર વિભાગ-વ-મામલતદારશ્રી અમરેલી (ગ્રામ્ય), મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીની ચેમ્બર, જિલ્લા સેવા સદન, રાજમહેલ કેમ્પસ, અમરેલી ખાતે ઉમેદવારી પત્રો સ્વીકારવામાં આવશે. ઉમેદવારીપત્રોની ચકાસણી તા.૧૫ નવેમ્બર,૨૦૨૨ ના રોજ ૧૧ કલાકે ચૂંટણી અધિકારીશ્રીની કચેરી ખાતે કરવામાં આવશે તથા ઉમેદવારી પત્રો તા.૧૭ નવેમ્બર,૨૦૨૨ના રોજ બપોરના ૩-૦૦ કલાક પહેલા પરત ખેંચી શકાશે ઉપરાંત મતદાન તા.૧ ડિસેમ્બર,૨૦૨૨ના રોજ સવારના ૮ કલાકથી સાંજના ૫ કલાક દરમિયાન થશે એવી એક યાદીમાં ચૂંટણી અધિકારીશ્રી, ૯૫-અમરેલી વિધાનસભા મતવિસ્તાર અને પ્રાંત અધિકારીશ્રી,અમરેલી દ્વારા જણાવવામાં આવ્યું છે.
