Gujarat

અંકલેશ્વરમાં વીજ ચેકીંગ ટીમની ગાડી ઉપર પથ્થર મારો ચાલકને ઈજા પહોંચતા પોલીસ ફરિયાદ નોંધાઈ

અંકલેશ્વર આંબોલી ગામમા વીજ ચેકિંગ કરવા ગયેલી ડી.જી.વી.સી.એલના કર્મચારીઓની ગાડી ઉપર એક વ્યક્તિ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હોવાની માહિતી સાંપડી રહી છે. આ અંગે ડિજીવીસીએલ દ્વારા અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવાની કવાયત હાથ ધરાઈ છે.
ભરૂચ ડિજીવીસીએલ કંપનીની કોર્પોરેટ કચેરીના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર વિભાગીય કચેરીની સૂચનાથી વીજ ચેકીંગ રાખવામાં આવ્યું હતું. આ વીજ ચેકિંગમાં ડિજીવીસીએલ કંપનીએ અલગ અલગ ટીમો બનાવીને અંકલેશ્વર તાલુકા આંબોલી ગામ વીજ ચેકીંગ હાથ ધરવામાં આવતા ગામમાં દોડધામ મચી ગઇ હતી. જોકે ડિજીવીસીએલ કંપનીના આકસ્મિક વીજ ચેકીંગ હાથ ધરતાં તેમની ટીમ પર એક વ્યક્તિએ પથ્થર મારો કર્યો હતો. જેમાં એક ગાડીના ચાલકને માથાના ભાગે પથ્થર વાગતા ઇજાઓ પહોંચી હતી. આ મામલે અંકલેશ્વર શહેર પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
Attachments area

IMG-20220929-WA0161.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *