Gujarat

અંકલેશ્વર પોલીસને ફોન કરી ગાળો બોલી ધમકી આપતા ફરિયાદ નોંધાઈ

ભરૂચ
અંકલેશ્વર ખાતે રહેતા નૈલેશદાન પ્રવીણદાન શહેર પોલીસ મથક ખાતે સર્વેલન્સ સ્ટાફમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. જેમની પાસે જય અંબે કાર એસેસરીઝના માલિક બલદેવ પુરષોતમ પુરોહિતની અરજી આવી હતી. જે અરજીમાં જણાવ્યા મુજબ કાર નંબર – જી.જે.૦૫.આર.ડી.૯૮૫૪ના બે અજાણ્યા ઈસમોને ગાડીમાં એસેસરી નંખાવી બિલ પેટે રૂપિયા ૩૨ હજારથી વધુની રકમ ચુકવણી કરવાની હતી. જે નહિ આપી તેમણે દુકાનદાર સાથે ઠગાઈ કરી હતી. આ અંગે પોલીસે તપાસ કરતાં ઓલપાડના સરોલી ગામના મૂળ માલિક નિલેશ પટેલ પાસેથી રિઝવાન નામના ઈસમે કારની ખરીદી કરી હતી, જેથી પોલીસે રિઝવાનનો કોન્ટેક્ટ કર્યો હતો અને તેને અરજીના અનુસંધાને જવાબ લખાવી જવાનું કહ્યું હતું. જેના બાદ થોડીવારમાં અન્ય અજાણ્યા નંબર પરથી પોલીસના ફોન પર સિરાજ નામના ઈસમનો ફોન આવ્યો હતો અને તેણે રિઝવાનને કેમ હેરાન કરો છો, ગાડી હું લઈને આવ્યો હતો જેથી તેને હેરાન નહિ કરવા તેણે કહ્યું હતું. ઉપરાંત આવેશમાં આવી ગયેલા ઈસમે પોલીસ જવાનને અપશબ્દો ઉચ્ચારી બદલી કરાવાની ધમકી આપી કાર માલિકને જવાબ લખાવવા નહિ આવવા દેવાનું કહ્યું હતું. આમ ઇસમે તપાસમાં રુકાવટ ઉભી કરતાં શહેર પોલીસે પોલીસ જવાનને ધમકી આપનારા ઈસમ વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.અંકલેશ્વરમાં કારમાં એસેસરીઝ નખાવ્યા બાદ રૂપિયા નહિ આપી જતા રહેલા ઈસમોને અરજીનો જવાબ લખાવવા જાણ કરનારા પોલીસ જવાનને એક ઇસમે અપશબ્દો ઉચ્ચારી ધમકી આપી હતી. જેની સામે શહેર પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *