Gujarat

અંતે સાવરકુંડલાનો વિદ્યાર્થી ઋત્વિજ ડોબરીયા યુક્રેનથી હેમખેમ પરત ફરતાં સાવરકુંડલા શહેરનાં આગેવાનો દ્વારા ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું.  આ સંદર્ભે સાવરકુંડલા સિનિયર પત્રકાર બિપીન પાંધીએ પણ તેમને સ્વાગત શુભકામનાઓ પાઠવી. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શનમાં અને કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલયની સતત મહેનતના કારણે યુક્રેનના યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી દેશના અને ગુજરાતના વિદ્યાર્થીઓ પરત ફરી રહ્યા છે. માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજી અને રાજ્ય સરકારની સમગ્ર ટીમ પણ રાજ્યના વિદ્યાર્થીઓની વતન વાપસી માટે સતત ચિંતા કરી રહી છે કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલાની યથાર્થ મહેનત અને પ્રયત્નોના કારણે અને અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયા અને સાંસદ શ્રી નારાણભાઈ કાછડીયા તથા અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયા પ્રયાસોથી સાવરકુંડલાનો વિદ્યાર્થી ઋત્વીજ ડોબરીયા વતન પરત આવતા  સાવરકુંડલા ખાતે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું આ તકે અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયા તથા તાલુકા પંચાયત પ્રમુખ પતિ શ્રી લલિતભાઈ બાળધા,બોરાળા સરપંચ શ્રી અતુલભાઈ રાદડિયા, નગરપાલિકા સદસ્ય પતિ શ્રી ભુપતભાઇ પાનસુરીયા ડાયમંડ એસોસિએશન મંત્રી શ્રી ધનશ્યામભાઈ ડોબરીયા તથા પ્રવિણભાઈ ડોબરીયા,વિનુભાઈ કુડેચા સહિતના લોકો દ્વારા સહર્ષ સ્વાગત કરવામાં આવ્યું. આ તકે સાવરકુંડલાનાં સિનિયર પત્રકાર બિપીનભાઈ પાંધીએ પણ સહર્ષ સ્વાગત શુભેચ્છાઓ પાઠવી હતી.

IMG-20220304-WA0021.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *