સાવરકુંડલા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા તાલુકાના જુનાસાવર કન્યા શાળાની મુલાકાત લેતાં અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી વિપુલભાઈ દુધાત. આ તકે શાળા કક્ષાએ સ્થાનિક પ્રશ્નો સાંભળી અને ઉકેલ લાવવા સરપંચ શ્રી અને ગ્રામજનોને જણાવ્યું સાથે શિક્ષણ બાબતે ગ્રામજનો અને શાળા વચ્ચે ખૂબ જ સહકારથી કાર્ય થાય છે એ બાબતે શાળા પરિવારને અભિનંદન પણ આપેલ અને સાથે શિક્ષણ સબંધી કોઈ પણ પ્રશ્ન હોય ઉકેલવાની ખાત્રી આપેલ અને આ તકે ઉપસરપંચશ્રી ગામના અગ્રણી કાંતિભાઈ, ભાયલાલભાઈ, રાજેશભાઈ, ભાવેશભાઈ, મનુભાઈ, અશોકભાઈ, એસ.એમ.સી. અધ્યક્ષશ્રી, સભ્યોઅને તમામ વાલીશ્રીઓ હાજર રહેલ.


