Gujarat

અંબાજી – ગ્રામ પંચાયત હસ્તક દુકાનો પર તાલુકા પંચાયત દ્વારા કબ્જો કરવામાં આવ્યો.

*તાલુકા પંચાયત દ્વારા કબ્જો કરાતા અંબાજી ગ્રામપંચાયત બોડી પેનલ નો વિરોધ*
અંબાજી ગ્રામ પંચાયત દ્વારા શ્યામા પ્રસાદ મુખર્જી ગ્રાન્ટ માંથી અંબાજી ખાતે ગ્રામ હાટ બનાવવા માટે ગ્રામ પંચાયત હસ્તક ની પંચાયત સામે ની જગ્યા માં દુકાનો બનાવવામાં આવેલ હતી .જેમાં અંબાજી ગ્રામ પંચાયત નો કબ્જો હતો.પરંતુ આજ રોજ બપોર નાં સુમારે તાલુકા પંચાયત નાં ટી ડીયો સાહેબ  દ્વારા દુકાનો નાં તાળા તોડી ને પોતાના તાળા લગાવેલ હતા જે બાબતે અંબાજી ગ્રામ પંચાયત નાં બોડી પેનલ નાં સભ્યો સરપંચશ્રી, ઉપસરપંચ શ્રી અને અન્ય સભ્યો દ્વારા આ બાબતે તાલુકા વિકાસ અધિકારીશ્રી સાથે ટેલીફોનીક વાત ચીત દરમિયાન ટી. ડી. ઓ દ્વારા સ્પષ્ટ પણે ગ્રામ હાટ માટે દુકાનો નો કબ્જો અંબાજી ગ્રામ પંચાયત ને આપવાની નાં પાડી દેવાઈ હતી .જે બાબતે અંબાજી ગ્રામ પંચાયત નાં બોડી પેનલ નાં સભ્યોએ વિરોધ દર્શાવ્યો હતો.
જ્યારે પંચાયત હસ્તક ની જગ્યા માં બનેલ દુકાનો બાબતે ડી. ડી. એસ.અલ અને ડાયરેક્ટર કક્ષા એ લેખીતમાં રજૂઆત કરવામાં આવી હતી  જેમાં કાયદાકીય ગૂંચ ને લીધે હજુ તેનો નિકાલ આવેલ નથી, તેમજ દુકાનો ની આકારણી પણ ગ્રામ વિકાસ એજન્સી નાં નામે થયેલ છે અને  ગ્રામ હાટ  ને અંબાજી ગ્રામ પંચાયત હસ્તક કરવાની માંગ સાથે બનેલ દુકાનોમાંથી, ૩-૪ દુકાનો ગ્રામ પંચાયત ને મળે તે માટે રજૂઆત કરેલ હોવા છતાં હજુ તેનો નિકાલ થયેલ નથી ત્યારે તાલુકા પંચાયત ની ટીમ દ્વારા  પોતાના તાળા લગાડી કબ્જો તાલુકા પંચાયત હસ્તક લેતા અંબાજી ગ્રામપંચાયત દ્વારા આગળ ની કાર્યવાહી બાબતે ની સુનવણી પર આધાર રાખ્યો છે.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

IMG_20220111_200644.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *