હાર્દિક કાનાબાર પ્રાચી
પ્રાચી તીર્થ…કહેવાય છે સૌ વાર કાશી અને એકવાર સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે પવિત્ર શ્રાવણ માસ અને અગિયારસના સમન્વય પર સુ વિખ્યાત મોક્ષ પીપળે પાણી રેડવા આજે માનવ મહેરામણ ઉમટયો હતો. સૌ પ્રથમ પૂર્વ વાહિની સરસ્વતી નદીમાં સ્નાન કરી મોક્ષ પીપળે પૂજા અર્ચના અને પિતૃઓના આત્માને શાંતિ માટે પ્રાથના કરી મોક્ષ પીપળે પાણી રેડી ૧૦૮ પ્રદિક્ષણા ફરી ને પુણ્યનું ભાથું બાંધે છે સાથે સાથે અહીં પૂર્વ વાહીની સરસ્વતી નદી કિનારે બિરાજમાન માધવરજી મહારાજ તથા લક્ષ્મીજી ના દર્શન કરી તથા સરસ્વતી ઘાટ ઉપર આવેલા છ છ શિવ મંદિરો ના પણ દર્શન કરી ધન્યતા અનુભવી હતી અગિયારસના પાવન દિવસ નિમિત્તે મોટી સંખ્યામાં યાત્રાળુ દર્શનાર્થે ઉમટયા હતા…

