Gujarat

અદાણીએ સીએનજીના ભાવમાં ૩.૪૮ રૂપિયા ઘટાડ્યા

અમદાવાદ
ગુજરાતમાં ગેસની કિંમતોમાં સતત વધારો થતાં સામાન્ય વર્ગના લોકો માટે એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ જાેવા મળી રહી છે. ત્યારે સીએનજી ગેસની કિંમતોમાં પણ સતત વધારો થઈ રહ્યો હોવાથી વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. પેટ્રોલપંપ એસોસિયેશનના જણાવ્યા પ્રમાણે, અદાણી ગ્રુપ દ્વારા બીજી ઓગસ્ટે સીએનજી ગેસમાં પ્રતિ કિલોએ ૧.૯૯ રૂપિયાનો વધારો જાહેર કર્યો હતો. ત્યારે બે જ દિવસમાં ફરીવાર ૧.૪૯ રૂપિયાનો વધારો કરવાથી મોંઘવારીમાં સામાન્ય માણસને વધુ એક ફટકો પડ્યો હતો. અગાઉ બે જ દિવસમાં અદાણીએ રૂપિયા ૩.૪૮નો ભાવવધારો કર્યો હતો, જે હવે ઘટી જતાં લોકોને સામાન્ય રાહત મળશે. અદાણી દ્વારા ઘટાડવામાં આવેલો આ નવો ભાવવધારો આજથી જ અમલી ગણાશે. અગાઉ અદાણી સીએનજીનો ભાવ વધારતાં પ્રતિ કિલોએ રૂપિયા ૮૭.૩૮ પર પહોંચ્યો હતો. સીએનજીનો ભાવ ૮૩.૯૦ રૂપિયા હતો એ બીજી ઓગસ્ટે વધીને ૮૫.૮૯ રૂપિયા થયો હતો. જ્યારે બે દિવસના સમયમાં જ ફરીવાર ૧.૪૯ રૂપિયાનો વધારો જાહેર કરવામાં આવ્યો હતો. સતત આ પ્રકારના ભાવવધારાને કારણે ગાડીમાં કીટ ફિટ કરાવનારા લોકોએ રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત થઈ રહેલા વધારાને કારણે વાહનચાલકો તેમજ ટ્રાન્સપોર્ટેશન મોંઘું થતાં જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુના ભાવ ઊંચકાયા છે, પરંતુ હવે ફરીવાર ભાવમાં ઘટાડો થતાં લોકોને થોડી રાહત મળશે.ગુજરાતમાં ગેસની કિંમતોમાં સતત વધારો થતાં લોકોને મોઘવારીમાં ભારે ઝટકો લાગ્યો હતો, પરંતુ ૧૫ દિવસના અંતરમાં જ અદાણી અને ટોરેન્ટ ગેસે સીએનજીના ભાવમાં ઘટાડો કર્યો છે. અદાણી ગેસે સીએનજીમાં ૩.૪૮ રૂપિયા ઘટાડ્યા છે, જ્યારે અગાઉ ૪ ઓગસ્ટે ૧.૪૯ અને ૨જી ઓગસ્ટે ૧.૯૯ રૂપિયાનો વધારો કર્યો હતો. હવે ભાવમાં ઘટાડો કરવાથી નવો ભાવ ૮૩.૯૦ રૂપિયા આજથી અમલી બનશે. એ ઉપરાંત ટોરેન્ટ ગેસ દ્વારા પણ સીએનજી અને પીએનજીમાં ૫ રૂપિયાનો ઘટાડો કર્યો છે.

File-01-Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *