Gujarat

અમદાવાદમાં જાહેર બગીચામાં હુક્કા પીતો વિડીયો વાયરલ થયો

અમદાવાદ
અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી ગુનેગારો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે. જેના કારણે સામાન્ય લોકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. થોડા સમય અગાઉ ઇસનપુર વિસ્તારમાં દારૂના વેચાણ દરમિયાન લાઈનો લાગી હોય તેવા વીડિયો વાયરલ થયા હતા. ત્યારે હવે પબ્લિક પ્લેસ એટલે કે ગાર્ડનની અંદર લોકો બેફામ બનીને હૂક્કા પાર્ટી કરી રહ્યાં છે. મણિનગરમાં આવકાર હોલ ઘોડાસર ચોકડી પાસે આવેલા અમૂલ ગાર્ડનમાં કેટલાક ટપોરીઓએ ઘૂસી ગયા હતા. આ સમયે ગાર્ડનની અંદર મહિલાઓ ,બાળકો અને વૃદ્ધો હાજર હતા. તેઓ બેફામ બનીને બિન્દાસ કોઈનો ડર ન હોય તેમ હુક્કાની પાર્ટી કરી રહ્યા હતા. આ સમગ્ર ઘટનાને કારણે હાલ શહેરમાં સવાલો ઉભા થયાં છે. આ વિસ્તારમાં રહેતી એક મહિલાએ હિંમત કરીને ગાર્ડનમાં હૂક્કાપાર્ટી કરતાં ટપોરીઓનો વીડિયો ઉતારી લીધો હતો. આ વીડિયોમાં ચાર પાંચ છોકરાઓ હાથમાં હક્કો લઈને ગાર્ડનમાં ઘૂસે છે અને જાહેરમાં બેસીને બેસીને હુક્કાની મજા માણે છે. આ સમગ્ર ઘટનાથી કેટલાક લોકો ગાર્ડન છોડીને જતા રહે છે. વીડિયો ઉતારનાર મહિલાએ જણાવ્યું હતું કે આ ગાર્ડનમાં હું નિયમિત આવું છું અને અન્ય લોકો પણ મોર્નિંગ વોક કરવા માટે આવતા હોય છે. ગાર્ડનમાં આવા લોકો ઘૂસી ગયા બાદ લોકો ત્યાં જતા હવે ફફડે છે. આ બનાવ અંગે ઇસનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ ડી ડી ગોહિલે જણાવ્યું હતું કે હું આ પ્રકરણમાં તપાસ કરાવું છું.ગુજરાતમાં ઘણા સમયથી દારૂ અને ડ્રગ્સની વધી રહેલી બદી સામે આવી રહી છે. ત્યારે બેફામ પણે જાહેર સ્થળો પર પણ નશો કરતાં લોકોને કાયદાનો કોઈ ડર રહ્યો નથી. અમદાવાદના મણિનગરમાં પબ્લિક ગાર્ડનમાં કેટલાક બેફામ બનેલા ટપોરીઓ રીતસર હૂક્કાની મહેફિલ માણી રહ્યાં છે. આ પાર્કમાં અનેક મહિલાઓ બાળકો સાથે સવાર સાંજ આવે છે. ત્યારે આવા ટપોરીઓના કારણે તેમને અનેક વખત હેરાનગતીનો સામનો કરવો પડે છે. આ ગાર્ડનમાં એક મહિલાએ હિંમતભેર હુક્કા પાર્ટી કરતાં ટપોરીઓનો વીડિયો ઉતારી લીધો હતો. હવે આ ઘટનામાં પોલીસ તપાસના આદેશ આપી દેવામાં આવ્યાં છે.

Hookah-party-in-the-public-garden.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *