Gujarat

અમદાવાદમાં પત્ની સાથે ઝઘડો કરી ત્રણ તલાક આપી દેતા ફરિયાદ

અમદાવાદ
અમદાવાદના કારંજ વિસ્તારમાં રહેતી મહિલાના લગ્ન ૨૦૦૮માં નડિયાદના આસિફ હુસેન સાથે થયા હતાં. સાસુ સસરા સહિત તે સંયુક્ત પરિવારમાં રહેતી હતી.લગ્નના સાત વર્ષ બાદ પતિ કામ ધંધો કરતો નહીં હોવાથી સાસરિયા મહિલાને પિયરમાંથી દહેજ લાવવા માટે દબાણ કરતાં હતાં. એટલું જ નહીં તેને માર મારીને બિભત્સ ગાળો પણ બોલતાં હતાં. પતિ પણ એક લાખ રૂપિયા દહેજમાં લાવવા માટે દબાણ કરતો હતો. ઘરમાં ગત ૨૧ ડિસેમ્બરે આ બાબતે ઝગડો ચાલતો હતો. આ દરમિયાન મહિલાએ રાત્રિના સમયે તેના દીકરા અને દીકરીને દૂધ આપ્ચું તો તેના પતિએ બાળકોને દૂધ પહેલાં કેમ આપ્યું તેમ કહીને મારઝૂડ શરૂ કરી હતી. ઝગડો વધી જતાં સાસુ સસરા પણ રૂમમાં આવ્યાં હતાં અને તેમની હાજરીમાં મહિલાના પતિએ ત્રણ વખત તલાક બોલીને તલાક આપી દીધા હતાં. ત્યાર બાદ મહિલાએ તેના કૌટુંબિક ભાઈઓને જાણ કરતાં તેઓ મહિલાનાં ઘરે પહોંચ્યાં હતાં. ભાઈઓ મહિલાના ઘરે આવતાં જ બધાની હાજરીમાં મહિલાના ભાઈએ બનેવીને પૂછતાં તેમની બહેનને તલાક આપી દીધાં હોવાનું કહ્યું હતું. બનેવીએ સાળાઓને કહ્યું કે હું હવે તમારી સામે જ તમારી બહેનને તલાક આપું છું. તેમ કહીને પતિએ પત્ની અને બાળકોને ઘરમાંથી કાઢી મુક્યાં હતાં. જેથી મહિલાએ તેના પતિ વિરૂદ્ધ ત્રણ તલાકની પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.અમદાવાદમાં દહેજનું દૂષણ હવે હદ વટાવી રહ્યું છે. પરીણિતાને દહેજ માટે દબાણ કરીને તેને ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકવાના અનેક બનાવો હવે પોલીસ ચોપડે નોંધાઈ રહ્યાં છે. બીજી તરફ સરકાર દ્વારા અમલમાં આવેલા ત્રણ તલાકના કાયદા બાદ પણ હજી મહિલાઓને તેનો સામનો કરવો પડે છે. શહેરમાં ત્રણ તલાકને લઈને એક મહિલાએ પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યાં છે. મહિલાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેના પતિએ તેને કહ્યું કે બાળકોને દૂધ આપે તે પહેલાં મને આપવાનું એમ કહીને ઝગડો કર્યો હતો. ત્યાર બાદ ત્રણ વખત તલાક બોલીને મહિલાને બાળકો સાથે ઘરમાંથી કાઢી મુકી હતી.

The-husband-quarreled-with-the-wife.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *