Gujarat

અમદાવાદમાં પરિણીતા સાથે પડોશમાં રહેતા યુવકે છેડતી કરતા ફરિયાદ નોંધાઈ

અમદાવાદ
અમદાવાદ શહેરના કૃષ્ણનગરમાં ૩૦ વર્ષીય મહિલા પતિ અને તેના ૨ બાળકો સાથે રહે છે. સાંજે મહિલા ઘરકામ કરી રહી હતી ત્યારે પડોશમાં રહેતા અનિલ શર્મા નામના યુવકે મહિલાને જાેઈને પેન્ટની ચેન ખોલી હતી અને માહિલમે બીભત્સ ઈશારો કરતો હતો. મહિલાએ અનિલને આવું કરવાની ના પાડતા અનિલ ઉશ્કેરાઈને મહિલાને ગાળો આપવા લાગ્યો હતો અને હાથ પકડીને ખેંચવા લાગ્યો હતો. જેથી મહિલાએ બુમો પાડતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. મહિલાએ તરત ૧૦૦ નંબર પર ફોન કર્યો હતો અને પોલીસને જાણ કરી હતી. આ સમગ્ર મામલે મહિલાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ અગાઉ મેઘાણીનગર વિસ્તારમાં પણ યુવક મહિલાના ઘર પાસે આવીને આ રીતે બીભત્સ ચેનચાળા કરી રહ્યો જતો જે મામલે મહિલાએ ફરિયાદ કરી હતી.શહેરમાં મહિલાઓની છેડતીના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પરિણીત માહિલાને પડોશમાં રહેતા યુવકે પેન્ટની ચેન ખોલીને બીભત્સ ઈશારા કર્યા હતા જે બાદ પરિણીતાએ આવું કરવાનું ના પાડતા યુવકે ગંદી ગાળો આપી હતી જે મામલે મહિલાએ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી છે.

A-young-man-living-in-the-neighborhood-gave-a-nasty-gesture-to-a-married-woman.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *