Maharashtra

હિંમતનગરમાં હિંસા બાદ હજરત કરેલા ૪ પરિવારો પાછાં ફર્યા

હિંમતનગર
રામનવમીની શોભાયાત્રા બાદ થયેલ હિંસામાં કેટલાક પરિવાર ડરના માર્યા પોતાના ઘર છોડીને જતા રહ્યા હતાં જે હિંમતનગર શહેરના હસનનગર વણઝારાવાસમાં કેટલાક પરિવારોએ હિજરત કર્યાનો ધરાર ઇન્કાર કરનાર પોલીસે શનિવારે સવારે એક ટ્રેક્ટરમાં સામાન ભરી ૪ જેટલા પરિવારને પરત લાવી પુનઃ સ્થાપિત કર્યા હતા. હિંમતનગર શહેરના હસનનગર- વણઝારાવાસમાં થયેલ હુમલાથી ડરી ગયેલ લોકોએ હિજરતનો પ્રયાસ કરતાં રેન્જ આઇજી સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા અને સુરક્ષાની ગેરંટી સ્વરૂપે પોલીસ ચોકી શરૂ કરી હતી અને રેન્જ આઇજી, એસપી સહિતના હિજરત ન થઇ હોવાના નિવેદન આપ્યા હતા. પરંતુ પોલીસે હિજરત કરેલા ૪ જેટલા પરિવારોને પુનઃ સ્થાપિત કર્યા હતા. અગાઉ પોલીસે ઇન્કાર કરી ટ્રેક્ટરમાં સામાન ભરી લાવી પરિવારોનું પુનઃસ્થાપન કર્યાનો સમગ્ર મામલો સમગ્ર ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. જેમાં મગનજી મૂળાજી વણઝારા, સરદારજી વણઝારા,માંગીલાલ, ડાયાજી વગેરેના પરિવાર ટ્રેક્ટરમાં સામાન ભરીને પરત આવાસ યોજનામાં રહેવા આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *