Gujarat

અમરેલીના ચરખા ગામમાં નિવૃત્ત કંડક્ટરની હત્યા કરેલી લાશ મળી

અમરેલી
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ચરખા ગામના એસટીના નિવૃત કંડકટરની હત્યાથી ચકચાર મચી છે. પોલીસે લાશનો કબજાે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. હત્યા પાછળનું કારણ હજી જાણી શકાયું નથી. પોલીસમાંથી મળતી વિગતો પ્રમાણે ભીખુભાઈ સેયા ઘરે જમીને ‘અમદાવાદ કોઈ કામથી જતા હોવાની જાણ કરી ઘરેથી નીકળ્યા હતા. ત્યારબાદ ચરખા ગામની સીમમાંથી લોહિયાળ લાશ મળી આવી હતી. ઘટનાના પગલે અમરેલી એલસીબી સહિત બાબરા પોલીસનો કાફલો ઘટના સ્થળે ગયો અને મૃતકની લાશ પી.એમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વૃદ્ધની હત્યા પાછળનું કારણ હજી સુધઈ જાણી શકાયું નથી. બાબરા પોલીસ દ્વારા હત્યાનો ભેદ ઉકેલવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તપાસમાં એલસીબીની ટીમ પણ જાેડાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *