Gujarat

અમરેલીના નવાગામમાં ચોરી કરનાર ૨ ઈસ્મોને ૭૨ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા

અમરેલી,
અમરેલી જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ દ્વારા અગાવ થયેલી ચોરીઓના ભેદ ઉકેલવા બ્રાન્ચ સહિત તમામ પોલીસને સૂચના આપવામાં આવી છે. સાવરકુંડલા તાલુકાના નવાગામ મોદા રોડ ઉપર આવેલ મંદિરની સામે ઘુસાભાઈ કાનાભાઈ વાણીયા ગામની પાણીની મોટરનો કેબલ વાયરલ ૧૮૦૦ ફૂટ રૂ.૭૦,૦૦૦નો રાખવામાં આવેલ હતો. તારીખ ૨૭/૦૪/૨૦૨૨ થી ૨૮/૦૪/૨૦૨૨ સુધીમાં કોઈ ઇસમ ચોરી કરી ગયાની ફરિયાદ ઘુસાભાઈએ સાવરકુંડલા રુલર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાય હતી ત્યારે અમરેલી એલસીબી ટીમને ચોકસ બાતમી મળતા સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામ પાસે વીજપડી રોડ ઉપર બે ઈસમો મારુતિ કાર સાથે ચોરીનો કેબલ વાયર સાથે જતા ઝડપી પાડ્યામાં સફળતા મળી છે. ઝડપાયેલા આરોપી પ્રવીણ બાધાભાઈ પરમાર રે ગોરડકા,ચીમનભાઈ પાચાભાઈ વાઘેલા રે વિજપડી આ બને સાવરકુંડલા તાલુકાના રહેવાસી પાસેથી કેબલ વાયર ૧૫૦૦ ફૂટ કિંમત ૫૨,૫૦૦ સાથે મારુતિ કાર કુલ મળી ૭૨,૫૦૦નો મુદ્દામાલ ઝડપી પાડી સાવરકુંડલા પોલીસ સ્ટેશન ને સોંપી દેવાયા છે. હવે સાવરકુંડલા પોલીસ તેની પૂછપરછ કરી આગળની તપાસ શરૂ કરી છે. ઝડપાયેલ આરોપીઓ ગુન્હાહિત ઇતિહાસ ધરાવે છે જેથી અન્ય કયા કયા પોલીસ સ્ટેશનમાં કેવા પ્રકારના ગુન્હા નોંધાયેલ છે તેની પણ તપાસ શરૂ કરાઇ છે.અમરેલી પોલીસ દ્વારા ચોરીના વણઉકેલ્યા ગુનાઓનો ભેદ ઉકેલવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ત્યારે એલસીબી દ્વારા સાવરકુંડલાના નવાગામમાંથી ૭૨ હજારના મુદ્દામાલની ચોરીનો ભેદ ઉકેલી બે શખ્સોને ઝડપી પાડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *