અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા માટે ટ્રાફીક ના નિયમન માં પોલીસ ને મદદ થવા અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ ની સુચના અનુસાર અમરેલી જિલ્લામાં ટ્રાફીક બ્રિગ્રડની ખાલી પડેલ ૫૯ જગ્યા ભરવા સુચના કરતા જે અનુસધાને નગરપાલીકા વિસ્તારમાંથી કુલ ૩૫૯ ઉમેદવારની અરજીઓ આવેલ હોય જેથી આજ રોજ તા.૨૩/૦૫/૨૦૨૨ ના રોજ જિલ્લા ટ્રાફિક એજયુકેશન ટ્રસ્ટ અમરેલી તથા જિલ્લા ટ્રાફિક શાખા અમરેલી દ્વારા આયોજન કરવામાં આવેલ આ ભરતી કમિટી દ્વારા ઉમેદવારોના શારિરીક કસોટી ટેસ્ટ કરવામાં આવેલ આ ભરતી કમીટીમાં હાજર અધિકારી શ્રી ડીવાય એસ.પી. જે.પી ભડારી, ડીવાય એસ.પી. પી બી. જાધવ, જિલ્લા ટ્રાફિક પો.ઇન્સ. સી.એસ. ફુગસીયા, રિઝર્વ પો.ઇન્સ. એસ.એસ.ખમલ તેમજ જિલ્લા ટ્રાફિક એજયુકેશન ના ટ્રસ્ટી કાંન્તીભાઇ વધાસિયા, ખજાનચી જયસુખભાલ ઢોલરીયા તથા જિલ્લા ટ્રાફિક શાખા પોલીસ કર્મચારીઓ દ્દારા આ ભરતીનું આયોજન કરવામાં આવેલ હતું
રિપોર્ટ બાય ભાવેશ વાઘેલા


