અમરેલી
ગુજરાતમાં અફવાઓ ફેલાવવા સામે પોલીસ તપાસ કરે છે અને તેમને સજા સભળાવે છે ત્યારે અમરેલી જિલ્લામાં જિલ્લા પોલીસ કંટ્રોલ ઇન્ચાર્જ જે.આર.મહેતા દ્વારા પોલીસ કર્મચારી થાણા અધિકારી તમામ એલસીબી, એસ.ઓ.જી બ્રાન્ચ સહિત તમામ પોલીસ કર્મચારીઓ સંબોધી એક મેસેજ આપ્યો હતો. જેમાં કહ્યું દૈનિક ખોરાકમાં નાસ્તામાં કપાસિયા તેલ વાપરવું હાનિકારક છે, કપાસિયા તેલની સીધી અસર આપણા શરીર પર પડે છે અને તેનાથી હૃદય હુમલા આપવવાની શકયતા રહેલી છે. ખોરાકમાં કપાસિયા તેલ તેનો સીધો સંબંધ હૃદય હુમલા સાથે રહેલો છે. આથી તમામને જણાવવામાં આવે છે કેસ કપાસીયા તેલનો ખોરાકમાં ઉપયોગ ટાળવો. આ પ્રકારનો મેસેજ જિલ્લા કંટ્રોલ પોલીસ ઇન્ચાર્જ જે.આર.મહેતા એ જણાવ્યું હતું આ પત્ર સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થતા સોશ્યલ મીડિયા ઉપર રમૂજ સાથે વિવાદ ઉભો થયો હતો. અમરેલી જિલ્લા પોલીસ વડા હિમકરસિંહના ધ્યાને આવ્યા બાદ આ મેસેજને રાતે રદ કરી કેટલીક સ્પષ્ટતા કરવાની જરૂર પડી હતી. જાેકે આ પ્રકારના મેસેજના કારણે કુતુહલ સર્જાય હતી. ફરી તમામ અધિકારીઓ અને કર્મચારીઓને સંબોધીને જિલ્લા પોલીસ વડા હિમકર સિંહ દ્વારા સ્પષ્ટતા કરી કહ્યું હતું કે, અમરેલી જિલ્લા માંથી કંટ્રોલ ઇન્ચાર્જ જે.આર.મહેતા હેડકોસ્ટબલ દ્વારા કપાસિયા તેલનો ઉપયોગ અંગે આરોગ્ય હાનિકારક હોય તેવો મેસેજ પાસ થયેલ હતો. જેને સંદર્ભે જણાવવાનું કપાસિયા તેલ તથા તેના શરીર ઉપર થતા વિપરીત પ્રભાવ અન્વયે કોઈ સાયન્ટિફિક આધાર પુરાવા નથી. કંટ્રોલ ઇન્ચાર્જ જવા બિન અનુભવી હોવાને કારણે તેમજ બે દિવસ થી ખાતે ફરજ બજાવતા હોય અને તેઓએ કામના ભારણ તેમજ વ્યસ્તતાના કારણે સુચનાઓનું ખોટું અર્થઘટન કરી કપાસિયા તેલના દૈનિક ખોરાકમાં નાસ્તામાં ઉપયોગ કરવો હાનિકારક છે અને તેનો સીધો સંબંધ હૃદય હુમલા સામે છે. આ કપાસિયા તેલનો ઉપયોગ ટાળવો વગેરે મતલબનો મેસેજ કંટ્રોલ ઇન્ચાર્જની સમજણફેરના કારણે તેમજ શરદચૂકના કારણે થયેલ છે અને કપાસિયા તેલનો ઉપયોગ હાનિકારક છે તેવો કોઈ સાયન્ટિફિક આધાર પુરાવો ન હોય જેથી આ મેસેજ રદ કરવામાં આવ્યો છે જેની તમામ નોંધ લેવી. આ પ્રકારની જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ દ્વારા મેસેજ રદ કરી સ્પષ્ટતા કરી હતી.
