અમરેલી શહેરમાં આજ રોજ તા.7 ને બુધવારના રોજ પવિત્ર જલજીલણી એકાદશીનો દિવસ હોય ત્યારે શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ દ્વારા ભવ્ય ત્રિવેણી મહોત્સવમાં ગાદીના આચાર્ય મહારાજ વડતાલ થી અજેન્દ્રપ્રસાદજી મહારાજ,ગુજરાતના ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ હાજર રહી ને વડતાલ ના ગાદીનાં આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજ ના આશીર્વાદ લયને શાલ ઓઢાડીને સન્માન કરાયું ત્યારે કિર્તનભક્તિ,સંતો-મહાનુભાવો, ધર્મકૂળના આર્શીવાદ,ફરાળ,શેત્રુંજી ગંગામાં ઠાકોરજીનો જળ વિહાર જેવા વિવિઘ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું અને અમરેલીમાં આવેલા ખેડૂત તાલીમ કેન્દ્ર,લીલીયા રોડ ખાતે જલજીલણી એકાદશી મહોત્સવ ઉજવામાં આવ્યો હતો.વડતાલ લક્ષ્મીનારયણ દેવદેશની ગાદીના આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજનો ૭૩મો પ્રાગટ્યોત્સવ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી ત્યારે આ ધાર્મિક મહોત્સવમાં ધામો ધામથી સંતો – મહંતો તથા રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ ધાર્મિક કાર્યક્રમમાં રાજસ્વી મહાનુભાવોમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, સાંસદ નારણભાઇ કાછડીયા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જનકભાઇ બગદાણાવાળા, ગુજકોમાસોલના ચેરમેન દિલીપભાઇ સંઘાણી, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીકભાઇ વેકરીયા તેમજ આર.સી. મકવાણા, ભરતભાઇ બોઘરા, અશ્વિનભાઇ સાવલીયા, જે.વી. કાકડીયા, ચેતન શિયાળ, હિરાભાઈ સોલંકી, જિજ્ઞેશભાઇ પટેલ, મનસુખભાઇ ભુવા, બાવકુભાઇ ઉંધાડ, વી.વી. વઘાસીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે સામાજિક અગ્રણીઓમાં વસંતભાઇ મોવલીયા, મુકેશભાઇ સંઘાણી, દકુભાઇ ભુવા, મનુભાઇ દેસાઇ, કાળુભાઇ ભંડેરી, રમેશભાઇ કાથરોટીયા, ચતુરભાઇ ખુંટ, જનકભાઇ તળાવીયા, કાંતિભાઇ વઘાસીયા, પી.પી. સોજીત્રા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા તેમજ બહોળી સંખ્યામાં મહિલાઓ અને હરીભક્તો ધર્મકુળ ના આચાર્ય મહારાજના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા…
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

