Gujarat

અમરેલી જિલ્લાના બાગાયતદાર ખેડૂતોએ “કોમ્પ્રીહેન્સીવ હોર્ટિક્લ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ”નો લાભ લેવા આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવી

ભરત ગંગદેવ

બાગાયત ખાતાની કોમ્પ્રીહેન્સીવ હોર્ટિક્લ્ચર ડેવલપમેન્ટ‘ યોજના હેઠળ બાગાયતની ખેતી કરતા ખેડૂતોને સરકાર દ્વારા વિવિધ પ્રકારની સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ મેળવવા માંગતા ખેડૂતોએ આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ કરવાની રહેશે. ખેડૂતો આ પોર્ટલ પર આગામી તા.૦૩/૦૯/૨૦૨૨ સુધી ઓનલાઈન અરજી કરી શકશે. આ યોજના હેઠળ બાગાયત યાંત્રીકરણબાગાયત માળાખાકીય સુવિધાઓવર્મીકમ્પોસ્ટ યુનીટપ્લાસ્ટિક આવરણ પૈકીના ઓછામાં ઓછા બે ઘટકમાં સહાયતા મળી શકે છે. ખેડૂતો પોતાના ઇ-ગ્રામ સેન્ટર કે ખાનગી ઇન્ટરનેટ સેન્ટર પરથી અરજી કરી શકે છે. અરજી કરવા માટે ૭/૧૨૮-અહક્ક પત્રક (નમુના-૬)ની નકલજાતિના દાખલાની નકલ (અનુ. જાતિ/અનુ.જન જાતિના કિસ્સામાં) બેંક પાસબુકની નકલપ્રોજેક્ટ પ્રપોઝલ માટે જરૂરી ક્વોટેશનરજિસ્ટર્ડ ટ્રસ્ટએફપીઓએફપીસીસહકારી મંડળીના કિસ્સામાં રજિસ્ટ્રેશનહેતુપ્રવૃતિઓબંધારણસભ્યો/સભાસદવગેરેને લગતા સાધનીક કાગળો અને છેલ્લા ત્રણ વર્ષનો ઓડિટ રિપોર્ટજમીન તથા પાણીના ચકાસણી રિપોર્ટ સાથે અરજીને નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીબાગાયત ભવન ચક્કરગઢ રોડસરદાર ચોકરામેશ્વર મંદિરની બાજુમાં અમરેલી ફોન.નં. (૦૨૭૯૨) ૨૨૩૮૪૪ પર રજૂ કરવા નાયબ બાગાયત નિયામકશ્રીએ એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *