Gujarat

અમરેલી જિલ્લાના સાવરકુંડલાના તાલુકાનાં લોકશાળા ખડસલી ખાતે તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
અખંડ ભારતના ૭૬મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે અમરેલી જીલ્લાના સાવરકુંડલા ખાતે તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ લોકશાળા ખડસલીના પટાંગણમાં યોજાયો હતો.જેમાં સાવરકુંડલા નાયબ કલેકટર શ્રી એસ.ડી.ચૌધરીના હસ્તે ધ્વજવંદન થયું.બાદમાં તાલુકાના શિક્ષણ  વિભાગના શ્રેષ્ઠ કર્મયોગીનું સન્માન તાલુકાના અધિકારી/પદાધિકારી દ્રારા કરવામાં આવ્યું.આઝાદીનું અમૃત વર્ષ ચાલી રહ્યું છે.તે થીમ પર બાળકો દ્રારા સાંસ્કૃતિક કૃતિ રજૂ થઈ. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વન વિભાગના અધ્યક્ષતામાં વૃક્ષારોપણ લોકશાળા ખડસલીના મેદાનમાં થયું. આમ સાવરકુંડલામાં તાલુકા કક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી રંગે ચંગે સંપન્ન થઇ.

IMG-20220815-WA0039.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *