Gujarat

અમરેલી જિલ્લામાં માર્ગ અકસ્માતમાં ઘવાયેલાઓને મદદ કરનારને રોકડ ઇનામ અને પ્રશંસાપત્ર પોલીસ દ્વારા અપાશે

અમરેલી કેન્દ્ર સરકાર તરફથી જીવલેણમાર્ગ અકસ્માતોમાં ગંભીર રીતે ઘવાયેલા વ્યક્તિઓને તુરંત સહાયભુત થાય અને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ/ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે પહોંચાડનાર વ્યક્તિને ગુડ સમરીટન એવોર્ડથી સન્માનીત કરવાની યોજના અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજનાની અમરેલી જિલ્લામાં અમલવારી માટે કલેક્ટરશ્રી તથા પોલીસ અધિક્ષકશ્રીની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવેલ છે. જેથી અમરેલી જિલ્લાનાં તમામ નાગરીકોને જણાવવામાં આવે છે કે, આપના વિસ્તારમાં કે તમારી આજુ બાજુ જ્યારે કોઇ ગંભીર જીવલેણ અકસ્માત થાય ત્યારે આવા અકસ્માતોમાં ઘવાયેલ વ્યક્તિઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં પહોંચાડવા અને ત્યાર બાદ આ રીતે મદદ કરનાર વ્યક્તિએ ગુડ સમરિટન એવોર્ડ માટે નજીકનાં પોલીસ સ્ટેશનમાં મદદ કરનાર વ્યક્તિએ મદદ કર્યાની જાણ કરવી.જેથી આ રીતે મદદ કરનાર વ્યક્તિને નિયમો અનુસાર ઇનામ તથા પ્રશાંસાપત્ર આપવામાં આવશે.જેમાં જો એક ગુડ સમરિટન એક અથવા વધુ વ્યક્તિનાં જીવ બચાવે તો પ હજારનો એવોર્ડ અને એક કરતા વધુ ગુડ સમરિટન કોઇ એક વ્યક્તિનો જીવ બચાવે તો તેમની વચ્ચે સમાન રીતે પાંચ હજાર વહેંચવામાં આવશે તથા એક કરતા વધુ ગુડ સમરિટન એક કરતા વધુ વ્યક્તિઓનાં જીવ બચાવે તો દરેકને મહતમ પાંચ હજાર અને એક ગુડ સમરિટનને એક વર્ષમાં મહતમ પાંચ વખત આ એવોર્ડ અપાશે. આ ઉપરાંત દર વર્ષે દસ ગુડ સમરિટનને રાષ્ટ્રિય સ્તરે પસંદ કરી એક લાખનું ઇનામ સર્ટીફીકેટ અને ટ્રોફી એનાયત કરાશે. વધુ માહિતી માટે પોલીસ કન્ટ્રોલ રૂમ અમરેલી ૦૨૭૯૨ ૨૨૨૭૧૧ તથા જિલ્લા ટ્રાફિક શાખા ૦૨૭૯૨ ૨૨૨૩૩૫ ઉપર સંપર્ક કરવા જિલ્લા ટ્રાફિક શાખા અમરેલીનાં પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી એ એક યાદીમાં જણાવ્યું છે…
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG_20221224_132738.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *