Gujarat

અમરેલી જિલ્લા હોમગાર્ડ અધિકારીઓની મુખ્યમંત્રી મેડલ પસંદગી થવા બદલ લાઠી મુકામે સન્માન કાર્યક્રમ યોજાયો

લાઠી મુકામે તાલુકા હોમ ગાર્ડ પરિવાર દ્વારા શ્રી અશોક જોષી, જીલ્લા કમાન્ડન્ટ, હોમ ગાર્ડ, અમરેલી તથા શ્રી હસમુખ સિંગલ, પ્લાટુન સાર્જન્ટ, લાઠી, હોમગાર્ડ યુનિટનું માન. મુખ્ય મંત્રીશ્રી મેડલ એનાયત પસંદગી થવાથી સ્મ્રુતિ ચિહ્ન અને શાલથી સન્માન કરાયું.
આ તકે વય નિવૃત્ત શ્રી જયંતીભાઈનાઓને શાલ દ્વારા હોમ ગાર્ડ પરિવાર, લાઠી દ્વારા સન્માન કરાયું. યુનિટમાં સારી કામગીરી કરનાર સર્વશ્રી કાર્તિક ભટ્ટ, શ્રી રાજેશ ચૌહાણ, શ્રી સિંગલ, શ્રી કાટીયા, તથા શરદ સાપરીયા લીલિયા, ડી.એ.જરા અમરેલીના ઓનું સ્મૃતિ ચિહ્ન દ્વારા સન્માન કરવામાં આવેલ.
આ તકે પ્રમુખશ્રી, ચેમ્બર ઓફ કોમર્સશ્રી મેઘાભાઈ ડાંગર, પૂર્વ પ્રમુખ સર્વશ્રીશ્રી મનોહરસિહજી ગોહિલ, તથા શ્રી ચેતનભાઈ લીંબાણી, તથા શ્રી મહાકાળી નાટક મંડળ ટ્રસ્ટના પદાધિકારી સર્વ શ્રી ભાવેશભાઈ, શ્રી મનોજભાઈ, શ્રી સંજયભાઈ તથા દિનેશભાઈ અને ક્ષત્રિય અગ્રણીશ્રી પૃથ્વીરાજસિંહ રાણા, જૈન અગ્રણીશ્રી હર્ષદભાઈ, દાઉદી વ્હોરા અગ્રણીશ્રી જાફરભાઈ , સોની અગ્રણીશ્રી નરેશભાઈ સાગર ,મુસ્લિમ અગ્રણીશ્રી અનુભાઈ, દલિત અગ્રણીશ્રી લક્ષ્મણભાઈ, સિંધી અગ્રણીશ્રી દિનેશભાઈ, તથા વેપારી શ્રી જીગ્નેશભાઈ, નટુભાઈ તથા આર.ડી.પરમાર વગેરે ઉપસ્થિત રહી પ્રોત્સાહન પૂરું પાડેલ.આ તકે લાઠી તથા લીલિયા અને દામનગર યુનિટનાં હોમ ગાર્ડ અધિકારીશ્રી તથા એન.સી.ઓ., હોમ ગાર્ડ જવાનો હાજર રહેલ. કાર્યક્રમનું સંચાલન શ્રી સાગરભાઈ  દ્વારા કરાયેલ.આભાર વિધિ શ્રી કાર્તિક ભટ્ટ ઓફિસર કમાન્ડીગ લાઠી દ્વારા કરવામાં આવેલ.કાર્યક્રમ ને સફળ બનાવવા શ્રી કાર્તિક ભટ્ટ, શ્રી રાજેશ ચૌહાણ, શ્રી કાટિયા શ્રી હિતેશભાઈ તથા એન.સી.ઓ. અને જવાનોએ જહેમત ઉઠાવેલ.
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20220209-WA0020.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *