અમરેલી શહેરના બાળકોના અભ્યાસ બાબતે હરહંમેશ ચિંતિત એવા સમિતિના ચેરમેન અને વાઈસ ચેરમેન તેમજ શાસનાધિકારી,સમિતીની સમગ્ર ટીમ, દ્વારા અમરેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં ચાલું વર્ષે અભ્યાસ કરતા ધોરણ 3થી8ના તમામ વિદ્યાર્થીઓને દાતાઓના સહયોગથી વિના મુલ્યે ફૂલ સ્કેપ ચોપડા આપવામાં આવશે,નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી તુષારભાઈ જોષી,વાઈસ ચેરમેન દામજીભાઈ ગોલ,શાસનાધિકારી શ્રી હિરેનભાઈ બગડા અને શિક્ષણ સમિતિની સમગ્ર ટીમના પ્રયત્નોથી વિદ્યાર્થીઓની જરૂરીયાત તેમજ ધોરણ અને વિષય મુજબ બાળકોને વિનામૂલ્યે મુલ્યે ફૂલ સ્કેપ ચોપડા આપવામાં આવે તેવો નિર્ણય કરવામાં આવ્યો,અમરેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના આ નિર્ણયને પાલિકાના પ્રમુખ શ્રીમતી મનીષાબેન રામાણી અને સમગ્ર ટીમે આ નિર્ણયને આવકાર્યો હતો…
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

