Gujarat

અમરેલી લીલીયા તાલુકાના નાના રાજકોટ ગામે બનેલી લૂંટ અને હત્યાનો ભેદ ઉકેલતી અમરેલી એલસીબી

આરોપીઓ ચાર વર્ષ પહેલા ભોગ બનનાર ના ઘરે ખેતી કામ કરવા આવેલ હતા તેઓએ જ લૂંટ અને હત્યા કરી હોવાનો સનસની ભેર થયો ખુલાસો ત્યારે ખેડૂતો માટે લાલબત્તી સમાન નાના રાજકોટ નો કિસ્સો કોઈપણ ખેડૂતો કે બીજા અન્ય કામ માટે આવતા પરપ્રાંતિય મજૂરો પાસેથી આધાર કાર્ડ ઇલેક્શન કાર્ડ કે અન્ય રહેઠાણના પુરાવા એકઠા કરી પછી જ કામ પર રાખવા અમરેલી એસપી નો અનુરોધ કર્યો ત્યારે અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના નાના રાજકોટ ગામે લખમણભાઇ વિરજીભાઈ વાડદોરીયા ઉંમર વર્ષ 72 પોતાના પત્ની નબુબેન ઉંમર વર્ષ 68 સાથે એકલા રહેતા હતા અને ખેતી કામ કરતા હતા ગઈ તારીખ 13/9/2022 ના રાત્રી દરમિયાન કોઈપણ સમયે અજાણ્યા ત્રણ આરોપીઓએ લક્ષ્મણભાઈ ના ઘરમાં ચોરી લૂંટ કરવાના ઇરાદે પ્રવેશ કર્યો હતો આ દરમિયાન લક્ષ્મણભાઈ તથા તેમના પત્ની નબુબેન જાગી જતા આરોપીઓએ લખમણભાઈ તથા તેમના પત્ની ને લાકડાના ધોકાઓ વડે માથામાં અને શરીર પર આડેધડ માર મારી લખમણભાઈનું સ્થળ પર મોત નીપજાવી નબુબેનને મરણતોલ ઈજાઓ કરી તેમના ઘરમાંથી આશરે રોકડા રૂપિયા 10,000 તથા ડ્રીમ યુગા મોટરસાયકલ રજીસ્ટર નંબર જીજે 14 એ એચ 6990 કિંમત રૂપિયા 35000 મળી કુલ રૂપિયા 45,000 ની લૂંટ કરી નાસી ગયેલ જે અંગે લખમણભાઈ ના દીકરા નરેશભાઈ લખમણભાઈ વાડદોરીયા રહેવાસી નાના રાજકોટ હાલ સુરત વાળાએ અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ લીલીયા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ હતી.જેને લઇને લીલીયા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ શ્રી એમ.ડી. ગોહિલ નાઓ દ્વારા હાથ ધરવામાં આવેલ તપાસ દરમિયાન આરોપીઓએ ભોગ બનનાર ના ઘરેથી સોનાની બંગડીઓ, સોનાની માળા,સોનાનો ચેન તથા રોકડા રૂપિયા 90,000 મળી કુલ કિંમત રૂપિયા 1,90,000 ની લૂંટ ચલાવેલ હોવાનું જાણવા મળેલ છે.આઈ.જી.રેન્જ અશોકકુમાર તથા અમરેલી પોલીસ અધ્યક્ષ હિમકરસિંહ સાહેબના કડક સૂચનો અને માર્ગદર્શન નીચે નાસી જનાર અજાણ્યા આરોપીઓને શોધી કાઢી તેમના વિરુદ્ધ કાયદેસર કરવા પોલીસ અધ્યક્ષ શ્રી જે.પી.ભંડારી ના સુપરવિઝન હેઠળ અમરેલી પોલીસ સ્ટેશનની જુદી જુદી ટીમો બનાવી આરોપીઓને પકડી પાડવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.જેના અનુસંધાને અજાણ્યા આરોપીઓ અંગે સદન તપાસ કરવામાં આવેલ શકદારોને ચેક કરવામાં આવેલ ગુના વાળી જગ્યાઓની આજુબાજુમાં રહેતા રહીશો તથા ભોગ બનનાર દંપતીના સગા વહાલાઓની પૂછપરછ પણ કરવામાં આવી હતી.આ ગુનો બનવા પાછળના કારણ અંગે પણ તપાસ કરવામાં આવી હતી અંગત બાદમીદારો અને ટેકનિકલ સ્ટોર્સ દ્વારા આરોપીઓ અંગે તપાસ કરવામાં આવી હતી આરોપીઓ ગુનાને અંજામ આપી નાસી જતી વખતે આરોપીઓ જે રસ્તાઓનો ઉપયોગ કરી શકે તેવા સંભવિત તમામ રસ્તાઓ પરના સીસીટીવી ફૂટેજ તપાસ અને અભ્યાસ પણ કરવામાં આવેલ હતો.આ ગુનાના આરોપીઓની તપાસ કરતા ટીપુ કન્યાભાઈ ઉર્ફે કનુભાઈ બામણીયા ઉંમર વર્ષ 22 રહે  તાલુકો રાધનપુર જીલ્લો દાહોદ અને પ્રકાશ ઉર્ફે સૂર્ય ગુરુજી રાવત ઉંમર વર્ષ 25 રહેવાસી જેતપુર કાચલા ફળિયુ તાલુકો લીમખેડા જીલ્લો દાહોદ આમ બે આરોપીઓ જે પહેલા લક્ષ્મણભાઈ વાડોદરિયા ના ઘરે આજથી ચાર વર્ષ પહેલા કામ કરતા હતા જેને રૂપિયા 23 હજાર રોકડા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી….
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20221001-WA0028.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *