Gujarat

અમિતાભ બચ્ચન પ્રથમવાર ગુજરાતી ફિલ્મમાં કેમિયો રોલ કરશે

અમદાવાદ
ફિલ્મ નિર્માતા આનંદ પંડિતની પહેલી એવી ગુજરાતી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. જેમાં કેમિયો રોલમાં બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન જાેવા મળશે. સાંભળીને થોડી નવાઈ લાગશે પરંતુ શહેર અને સોશિયલ મીડિયામાં હાલ ‘ફકત મહિલાઓ માટે’ ના ટેગ સાથે પોસ્ટરમાં યશ સોની અને અમિતાભ બચ્ચન જાેવા મળે છે. ખરેખરમાં મહિલાઓ માટેની આ ફિલ્મનું નામ ફક્ત મહિલાઓ માટે જ છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન કેમિયો રોલમાં જાેવા મળશે, તો યશ સોની અને દીક્ષા જાેષી મુખ્ય પાત્રમાં છે. જય બોડાસ દ્વારા દિગ્દર્શિત, આનંદ પંડિત અને વૈશાલ શાહ દ્વારા સંયુક્ત રીતે નિર્મિત આ ફિલ્મ ફેમીલી કોમેડી ડ્રામા છે, જે જન્માષ્ટમીના અવસરે મોટા પડદા પર આવશે. આ અંગે જણાવતા આનંદ પંડિત કહે છે કે, ફક્ત મહિલાઓ માટે આ એક સામાજિક કોમેડી છે અને તે મુદ્દાઓને સંબોધિત કરે છે. જેનાથી પ્રેક્ષકો અને ખાસ કરીને તમામ મહિલાઓ ઓળખી શકશે. અમે એક મહત્વપૂર્ણ સામાજિક સંદેશો એવી રીતે પ્રચાર કર્યા વિના લાવી રહ્યા છીએ જે લોકોને હસાવશે અને વિચારતા પણ કરશે. આ ફિલ્મ મારા માટે પણ ખૂબ જ ખાસ છે કારણ કે ’ચેહરે’ પછી હું ફરી એક વાર અમિત બચચન સાથે કામ કરી રહ્યો છું. ફિલ્મ અંગે જણાવતા વૈશલ શાહના જણાવ્યા પ્રમાણે હું થોડા સમય માટે આનંદ પંડિતના સિનેમેટિક પરિવારનો એક ભાગ રહ્યો છું અને અમિતાભ બચ્ચન સાથે ’ચેહરે’ પછી બીજા એક ખાસ પ્રોજેક્ટ પર ફરી એકવાર સાથે કામ કરવાનો ખૂબ જ આનંદ અનુભવું છે. આ સંપૂર્ણ રીતે નવો પ્રોજેક્ટ છે. કારણ કે અમિત બચ્ચનએ તેમનો અવાજ આપી આ ફિલ્મમાં હાજરી આપી છે. અમે ૧૯ ઑગસ્ટે દર્શકો માટે ’ફક્ત મહિલાઓ માટે’ લાવવા માટે આતુર છીએ. જે ખરેખર ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે પણ વરદાનરૂપ હશે.

File-01-Page-26.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *