Gujarat

અમિત શાહ દ્વારકાના મંદિરમાં દર્શનાર્થે પહોંચ્યા

જામનગર
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પધારતાં દ્વારકાના હેલીપેડ ખાતે પદાધિકારીઓ અને અધિકારીઓએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક, ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના પૂર્વ ચેરમેન મુળુભાઇ બેરા, જિલ્લા પ્રભારી પ્રદિપભાઇ ખીમાણી, નગરપાલિકાના પ્રમુખ જ્યોતિબેન સામાણી, જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જાેગલ, અગ્રણી વી.ડી.મોરી, સંદીપસિંહ માણેક, શૈલેષભાઈ કણજારીયા, મયુરભાઈ ગઢવી, યુવરાજસિંહ વાઢેરે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહનું સ્વાગત કર્યું હતું. બીએસએફના વરિષ્ઠ અધિકારીઓ ઉપરાંત કલેક્ટર એમ.એ પંડ્યા, એસ.પી. નિતેશ પાંડે સહિતના અધિકારીઓએ પણ કેન્દ્રીય ગૃહમંત્રીનું સ્વાગત કર્યું હતું.જામનગરમાં ભારતના ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે પધાર્યા છે. તેઓ દ્વારકા જગત મંદિર ખાતે દર્શનાર્થે જઈ રહ્યા છે, ત્યારે જામનગર એરપોર્ટ ખાતે તેમણે ટૂંકું રોકાણ કર્યું હતું. જામનગર એરપોર્ટ પર પહોંચતાં કલેક્ટર ડો. સૌરભ પારઘી, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, એરપોર્ટ ડાયરેક્ટર સચીન ખંગાર સહિતના મહાનુભાવોએ ગૃહમંત્રીને આવકારી ઉષ્માપૂર્ણ સ્વાગત અને અભિવાદન કર્યું હતું ત્યારબાદ ગૃહમંત્રી દેવભૂમિ દ્વારકા ખાતે પહોંચ્યા હતા. જ્યાં દ્વારકાના હેલિપેડ ખાતે તેમનું સ્વાગત કરાયું હતું.

Home-Minister-Amit-Shah.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *