અરવલ્લી
અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસા ખાતે આવેલ અરવલ્લી જિલ્લા પંચાયતમાં જિલ્લાની આરોગ્ય શાખામાં ફરજ બજાવતા નર્સ વહીવટી વિભાગના કર્મચારીઓ દ્વારા પગાર વધારો અને ગ્રેડપેની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. જિલ્લા સેવા સદન ખાતે દેખાવો યોજી અરવલ્લી જિલ્લા કલેક્ટરને પોતાની પડતર માંગણીઓ સાથે તૈયાર કરેલ આવેદનપત્ર અરવલ્લી જિલ્લા કલેક્ટરને આપ્યું હતું.અરવલ્લી જિલ્લામાં જાણે કર્મચારીઓ દ્વારા પડતર માંગણીઓ સંદર્ભે આવેદન, દેખાવો અને સૂત્રોચ્ચાર કરવાનું નક્કી કર્યું હોય એમ આંગણવાડી કાર્યકર પછી આરોગ્ય કર્મીઓએ પણ દેખાવો કર્યો હતો.


