અરવલ્લી
માલપુરના રૂઘનાથપુર રોડ પર રૂઘનાથપુર ગામનો એક યુવક પસાર થતો હતો. ત્યારે વળાંકમાં એકાએક બાઇક ખુલ્લી ગટરમાં ખાબકી હતી. જેના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને યુવકને ગટરમાંથી બહાર કાઢ્યો હતો. જાે કે યુવકને જમણા હાથે ઇજા થઇ છે. પરંતુ તે મોટી હોનારતમાંથી બચી જવા પામ્યો છે. યુવકની બાઇકને મોટા પાયે નુકશાન થયું છે. સ્થાનિકોએ આ ખુલ્લી ગટરને પ્રોટેક્ટ કરી ઢાંકવા માટે અનેક વખત રજુઆત કરી છે પરંતુ તંત્ર ઘોર નિંદ્રામાં છે, જેના કારણે આવી ઘટના બનતી રહે છે.અરવલ્લી જિલ્લામાં ઠેર ઠેર ગટરો ખુલ્લી જાેવા મળી રહી છે. જેના કારણે કેટલાય રાહદારીઓ અને વાહનચાલકો ગટરમાં ખાબકે છે અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય છે. ત્યારે આવી જ એક ઘટના માલપુરમાં સામે આવી છે. જેમાં રૂઘનાથપુર રોડ પાસે વળાંકમાં એકાએક બાઇક સાથે એક યુવક ખુલ્લી ગટરમાં ખાબકતાં તેને ઈજાઓ થઈ છે.


