Gujarat

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે છોટાઉદેપુર  ખાતે થશે ૧૩૧ કરોડના વિકાસકામોનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત 

૦૫મી, મેના રોજ સવારે ૧૦:૦૦ કલાકે શ્રી.એસ.એન. કોલેજ ગ્રાઉન્ડ, છોટાઉદેપુર ખાતે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે રૂા. ૧૩૧ કરોડના વિકાસકામોનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવશે.
વિકાસશીલ વિચારસરણીને વરેલી રાજય સરકાર દ્વારા રાજયના અંતરિયાળ વિસ્તારોમાં વસતા નાગરિકોને પણ સારામાં સારી માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ થાય એ માટે સતત પ્રયાસરત છે. રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા આજે છોટાઉદેપુર ખાતે રૂા. ૧૩૧ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવશે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના છોટાઉદેપુર જિલ્લાની જનતાને ૧૩૧ કરોડના વિકાસકામોની ભેટ ધરશે.
મુખ્યમંત્રીના કાર્યક્રમને અનુલક્ષીને જિલ્લા કલેકટર સુશ્રી. સ્તુતિ ચારણના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કાર્યક્રમને આખરી ઓપ આપવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે.
છોટાઉદેપુર જિલ્લામાં આજે રૂા. ૮૪.૫૬ કરોડની ૩ જૂથ પાણી પુરવઠા યોજના, પશુપાલન વિભાગ દ્વારા રૂા. ૧ કરોડના ખર્ચે સંખેડા અને નસવાડી ખાતે બનાવવામાં આવેલા બે પશુ દવાખાના, માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂા. ૭.૫૧ કરોડના ખર્ચે બનાવવામાં આવેલા બે રસ્તાઓ, સંકલિત બાળ વિકાસ વિભાગ દ્વારા રૂા. ૩.૧૫ કરોડના ખર્ચે બનાવવામાં આવેલી ૪૫ આંગણવાડીઓ અને પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા રૂા. ૧.૨૮ કરોડના ખર્ચે બનાવવામાં આવેલા પ્રાથમિક શાળાના બે મકાનોનું ઈ-લોકાર્પણ કરવામાં આવશે.
આ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા મુખ્યમંત્રી  ગ્રામ સડક યોજના અંતર્ગત છોટાઉદેપુર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રૂા. ૩૧.૫૦ કરોડના ખર્ચે બનાવવામાં આવનારા ૧૫ રસ્તાઓ અને જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા રૂા. ૨ કરોડના ખર્ચે બનાવવામાં આવનાર રૂરલ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ ઇન્સટીટયુટનું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવશે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *