Gujarat

આદિવાસી આંદોલનકારીઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો

કેવડીયા
સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નાયબ કલેક્ટર નિલેશ દુબેએ સીઆઈએસએફના અધિકારી સાથે વાતો કરીને આદિવાસી સમાજ વિરુદ્ધ અપમાનજનક શબ્દો બોલતી ઓડિયો ક્લિપ વાઇરલ થતા આદિવાસી સમાજ રોષે ભરાયો છે. કેવડિયા બચાવો આંદોલન સમિતિ, ભાજપ અને કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા કેવડિયા બંધના એલાને પગલે કેવડિયા સજ્જડ બંધ રહ્યું છે. કેવડિયામાં નિલેશ દુબે વિરોધમાં આદિવાસીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે અને નિલેશ દુબે હાય હાયના નારા લગાવ્યા હતા. કોઇ અનિચ્છનીય બનાવ ન બને એ માટે કેવડિયામાં પોલીસ ખડકી દેવાઈ છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિતના પ્રોજેક્ટો પર કામ કરતા તમામ આદિવાસી કર્મચારીઓ પણ હડતાળ પર ઉતરી ગયા છે. નિલેષ દુબેનો આદિવાસીઓ વિષે અપમાનિત શબ્દો બોલીને આદિવાસી સમાજની મજાક બનાવતો ઓડિયો સામે આવ્યો છે. આ બાબતથી સ્પષ્ટ થાય છે કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટી એ માત્ર આદિવાસી સમાજને દબાવવા અને આદિવાસી શોષણ કરવા માટે જ બન્યું છે. આદિવાસી વિરોધી હલકી માનસિકતા વાળા અધિકારીને હવાલે સ્ટેચ્યૂ ઓફ યુનિટી મૂકી દેવામાં આવે ત્યારે રોજગારી તો દૂરની વાત પરંતુ સ્થાનિકોને અન્યાય સિવાય કંઇ મળે તેમ નથી. બીજીવાર કોઈ અધિકારી આદિવાસી સમાજને અપમાનિત ના કરે તે હેતુથી આ અધિકારીને “એટ્રોસિટી એક્ટ” હેઠળ કડકમાં કડક સજા થાય તેવી આદિવાસી સમાજની માંગ છે. મારા નામના ઉલ્લેખ સાથેનો એક ઓડિયો વાઇરલ થઈ રહ્યો છે. જે ઓડિયો એડિટ કરીને ચલાવાઈ રહ્યો છે, જે અર્ધસત્ય પ્રગટ કરે છે. વાસ્તવમાં એસઓયુ કેમ્પસમાં એક કર્મચારીને સીઆઈએસએફના મહિલા કર્મચારી સાથે વિવાદ થયો હતો અને તે કર્મચારીએ મને ફોન કરી ફરિયાદ કરી હતી અને તે જ દરમિયાન એસઓયુના મારા હાથ નીચેના કર્મચારીના બચાવમાં અમુક શબ્દો કહ્યા તે તેના માટે વ્યક્તિગત હતા. પરંતુ, અગમ્ય કારણોસર આખા ઓડિયોના બદલે એડિટ કરી અમુક જ ભાગ વાઇરલ કરેલો છે. પૂરેપૂરો ઓડિયો જાે બહાર આવે તો ખરી સત્યતા બહાર આવે તેમ છે. તેમ છતાં મારી ભાવના કોઈ એક જાતિ માટે હતી નહીં અને ભવિષ્યમાં રહેશે નહીં. તેમ છતાં કોઈની લાગણી દુભાઈ હોય તો હું દિલગીર છું. ફરી એકવાર કહીશ કે, મારા હાથ નીચેના કર્મચારીને બચાવવા માટે સમગ્ર વાતચીત થઈ હતી તેના સિવાય અન્ય કઈ આશય નથી. હું વર્ષ ૨૦૧૮થી આ જગ્યાએ ફરજ બજાવું છું અને સ્થાનિકોને સાથે રાખીને આ વિસ્તારમાં સતત કાર્ય કરી રહ્યો છું જેનાથી સૌ વાકેફ પણ છે જ, પરંતુ, કેટલાક વિધ્નસંતોષી લોકો સમાજને ગેરમાર્ગે દોરવા સારૂ આવા એડિટ કરેલ ઓડિયો વાયરલ કરી રહ્યાં છે.કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીના જાેઇન્ટ સીઇઓ અને નાયબ કલેક્ટર નિલેશ દુબેની આદિવાસી સમાજ વિષે અપમાનજનક ટીપ્પણીના વિરોધમાં આજે કેવડિયા સજ્જડ બંધ રહ્યું છે. આ દરમિયાન નિલેશ દુબેના પૂતળા દહન સમયે પોલીસ અને સ્થાનિક આદિવાસીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જાેકે, લોકોનો આક્રોશ જાેઇને પોલીસે પૂતળું સળગાવવા દીધું હતું. કેવડિયા એકતા મોલ પાસે આદિવાસી સમાજના આગેવાનો રસ્તા પર બેસી જતા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. જેને પગલે આંદોલનકારીઓમાં ભાગદોડ મચી ગઇ હતી. નિલેશ દુબે વિરૂદ્ધ આદિવસીઓનો રોસ ચરમ સીમાએ પહોંચી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *